સ્વરાજ ટ્રેક્ટર્સે 20 લાખ ઉત્પાદનનું સીમાચિહ્ન સર કર્યું
ગ્રાહકોના વિશ્વાસ અને સ્વરાજ બ્રાન્ડમાં હિતધારકોની કટિબદ્ધતા પર ભાર મૂક્યો
મોહાલી, ભારતીય ટ્રેક્ટર ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ પૈકીની એક અને મહિન્દ્રા ગ્રૂપની કંપની સ્વરાજ ટ્રેક્ટર્સે મંગળવારે પંજાબના મોહાલીમાં કંપનીના પ્લાન્ટમાંથી એનું 20 લાખમું ટ્રેક્ટર પ્રસ્તુત કર્યું હતું. આ સીમાચિહ્ન ગ્રાહકોના વિશ્વાસ અને બ્રાન્ડ સ્વરાજમાં વિશ્વાસનો પુરાવો છે.
એમએન્ડએમ લિમિટેડના સ્વરાજ ડિવિઝનના સીઇઓ શ્રી હરિશ ચવ્વાણે કર્મચારીઓની હાજરીમાં વિશેષ સમારંભમાં 20 લાખમું ટ્રેક્ટર રજૂ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “આ સીમાચિહ્ન છેલ્લાં થોડાં વર્ષોમાં સ્થાનિક ટ્રેક્ટર બજારમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી બ્રાન્ડ પૈકીની એક અને વિશ્વનિય હોવાની સ્વરાજની છાપને વધારે મજબૂત કરે છે. અમે આ બ્રાન્ડની વૃદ્ધિ માટે અમારા તમામ ગ્રાહકો અને હિતધારકોના હૃદયપૂર્વક આભારી છીએ.”
વર્ષ 1974માં પોતાની શરૂઆતથી સ્વરાજ ટ્રેક્ટરને 10 લાખમા ટ્રેકટરનું નિર્માણ કરવાનું સીમાચિહ્ન વર્ષ 2013માં સર કર્યું હતું. હવે ફક્ત નવ વર્ષના ટૂંકા ગાળામાં અમે 20 લાખમા ટ્રેક્ટરનું ઉત્પાદન વર્ષ 2022માં કરવાની સફળતા મેળવી છે, જે બ્રાન્ડ સ્વરાજની સૌથી વધુ ઝડપી વૃદ્ધિનો પુરાવો છે. આ સીમાચિહ્નને વધારે નોંધપાત્ર એ હકીકત બનાવે છે કે, જ્યારે ઉદ્યોગ છેલ્લાં એકથી બે વર્ષમાં મહામારીને કારણે અનપેક્ષિત પડકારોમાંથી પસાર થયો હતો, ત્યારે આ સફળતા મળી છે.
એમએન્ડએમ લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ શ્રી હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “આજે 20 લાખમા ટ્રેક્ટરના ઉત્પાદન સુધી પહોંચવાની આ સફર પડકારજનક છે અને અમારા માટે રોમાંચક છે. અમે ખુશ છીએ કે, વર્ષોથી સ્વરાજ ભારતીય ખેડૂતોના જીવનમાં મહત્વપૂર્ણ પ્રદાન કરવા સક્ષમ રહ્યાં છે.
આગળ જતાં અમે કૃષિ-આધારિત સમાધાનો પ્રદાન કરવા અને મિકેનાઇઝેશનને સક્ષમ બનાવવા આતુર છીએ. આ સફળતા કૃષિમાં પરિવર્તન લાવવા અને જીવનને સમૃદ્ધ કરવાના અમારા ઉદ્દેશ તરફ વધુ એક પાયાનો પત્થર છે.”
સ્વરાજ 15એચપીથી 65એચપીની રેન્જમાં ટ્રેક્ટર્સનું ઉત્પાદન કરે છે તથા સંપૂર્ણ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. અગ્રણી ટ્રેક્ટર નિર્માતા ઉત્પાદક તાજેતરમાં સ્વરાજ દ્વારા બહુઉદ્દેશ કૃષિ મશીન સ્વરાજ દ્વારા કોડ પ્રસ્તુત કરીને બાગાયતી ખેતીમાં મિકેનાઇઝેશ લાવવામાં પથપ્રદર્શક પણ છે.
અત્યારે સ્વરાજ બે સંપૂર્ણપણે કાર્યરત ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે – એક, પંજાબમાં એની માલિકીનો પ્લાન્ટ, ફાઉન્ડ્રી એન્ડ આરએન્ડડી, તો બીજો, રાજ્યમાં સ્વરાજના ઉત્પાદનનો પ્લાન્ટ આવી રહ્યો છે.