સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના ધરોહર શંકરભાઈ વાગડોદાનું નિધન

પાલનપુર, સ્વÂસ્તક શૈક્ષણિક સંકુલના પાયાની ધરોહર સમાન એવમ્ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુરના પૂર્વ પ્રમુખ તેમજ શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત લોક ચાહના મેળવનાર સદૈવ આદરણીય સ્વ. શ્રી શંકરભાઈ ગોદડભાઈ વાગડોદાનું તા.૧૯.ર.ર૦રપના રોજ નિધન થયું છે. જેનાથી સમગ્ર સ્વÂસ્તક શૈક્ષણિક સંકુલ પરિવારને મોટી ખોટ પડી છે.
શિક્ષણ માટે પોતાનું સમગ્ર આયખું ખર્ચી જનારા શ્રી શંકરભાઈ વાગડોદાનો જન્મ તા.૩.૬.૧૯૩૮ના દિને માતા સમુબેન અને પિતા ગોદડભાઈ વાગડોદાના પરિવારમાં થયો હતો. એમણે ફિઝિક્સ વિષય સાથે એમ.એસ.સી.નો અભ્યાસ કર્યો હતો. તેઓએ પોતાના અભ્યાસ દરમિયાન ટાકરવાડા અને ધાનેરા ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઘડતરમાટે સેવાઓ આપી હતી
અને પોતાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ૧૯૬૭માં પાલનપુરની શ્રી આર.આર. મહેતા સાયન્સ કોલેજ ખાતે પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા અને ૩૧ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ ૧૯૯૮માં વય મર્યાદાને લઈ નિવૃત્ત થયા હતા. કોલેજની પોતાની ફરજ દરમિયાન તેઓએ હજારો દીકરા-દીકરીઓના શૈક્ષણિક ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
તેઓ એવું માનતા હતા કે, “સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, ક્રાંતિ એટલે મારામારી, ભાંગફોડ કરવી. પરંતુ ખરેખર આ ક્રાંતિ નથી પણ બળવો છે. સાચી ક્રાંતિ એટલે વ્યક્તિ અને સમાજ જીવનમાં મૂલ્યોનું પરિવર્તન, જે વિચારો અને ખ્યાલો વ્યક્તિ અને સમાજના વિકાસમાં બાધક થતાં હોય તેમને દૂર કરવા અને જે ધારણાઓ, ખ્યાલો વ્યક્તિના વિકાસમાં પૂરક-પોષક અને ઉપકારક થતાં હોય તેમની સ્થાપના કરવી એ જ સાચી ક્રાંતિ છે.”