‘સ્વચ્છ રેલગાડી’ની થીમ પર ટ્રેનોમાં વ્યાપક સાફ-સફાઈ કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/railclean-1024x576.jpeg)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, પખવાડિયા દરમિયાન 19 અને 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, અમદાવાદ રેલ્વે મંડળ પર ‘સ્વચ્છ રેલગાડી’ ની થીમ પર ટ્રેન, આંતરિક શૌચાલય અને કોચની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
ટ્રેનોમાંથી એકત્ર થતા પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મુસાફરોને કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્ટેશન યાર્ડની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનોના કોચમાં પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ મંડળ ના અમદાવાદ, કાંકરિયા, સાબરમતી, ન્યુ ભુજ અને ગાંધીધામ કોચિંગ ડેપો ખાતે આવેલી પીટ લાઈનમાં ટ્રેનોની વ્યાપક સાફ-સફાઈ કરવામાં આવી હતી. યાંત્રિક વિભાગ દ્વારા આ વોશિંગ પીટ લાઇનમાં ટ્રેનોના કોચ ધોવાનું અને રિપેરિંગનું કાર્ય કરવામાં આવ્યું.
સ્વચ્છતા પખવાડા અંતર્ગત રેલ્વે સ્ટેશન પરિસર, ટ્રેક, યાર્ડ, રેલ્વે ઓફિસ, કોલોની અને હોસ્પિટલોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, ટ્રેન અને રેલ્વે પરિસરને સ્વચ્છ રાખવા માટે “શું કરવું અને શું નહીં” સંબંધિત પોસ્ટરો ટ્રેનની અંદર લગાવવામાં આવ્યા હતા. આ સાથે ટ્રેનોમાં મંડળના વાણિજ્ય નિરીક્ષકો દ્વારા મુસાફરો પાસેથી સ્વચ્છતા સંબંધિત સૂચનો અને પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.