ખેડબ્રહ્માના કોદરીયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા, સમાજના શ્રેષ્ઠિઓ તથા દાનવીરોની સહાયથી દર વર્ષે શિયાળામાં પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે તારીખ ૨૨- ૧૨- ૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ પાલડી અને અજ્ઞાત દાતા (શ્રીરામ ભરોસે) ના સહયોગથી અંતરિયાળ વિસ્તારમાં કુદરતને ખોળે આવેલી આદિવાસી ધરાવતી કોદરીયા પ્રાથમિક શાળાના ધોરણ એક અને બે ના તમામ ૯૯ વિદ્યાર્થીઓ તથા અનાથ તેમજ મા-બાપ પૈકી એક જ રાહત હોય તેવા ધોરણ બેથી આઠના ૧૯ વિદ્યાર્થીઓ એમ ૧૧૮ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
ભારત માતા અને વિવેકાનંદજીની છબીના પૂજન સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રા. ડૉ. રોહિત દેસાઈએ ઉપસ્થિત સૌને ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓનો પરિચય આપી જણાવ્યું કે આ કોઈ દાન કી શાખાવત નથી પણ પરિવારનો એક ભાઈ બીજા ભાઈની મદદ કરે છે એમ જાણજાે પારિવારિક ભાવથી જ પ્રકલ્પ ચલાવાય છે.
અહીં વિદ્યાર્થીઓને હળવી શૈલીમાં એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપ પણ મોટા બનો સક્ષમ બનો ત્યારે આ પ્રકારે આપણા પરિવારજનો સમાજનો કે રાષ્ટ્રનો કોઈ જરૂરિયાત મંદ હોય એને મદદ કરજાે. વિશેષમાં નશાબંધી અને વ્યસન મુક્તિનો સંદેશ પણ આપવામાં આવ્યો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ખેડબ્રહ્માના પ્રમુખ જે દેસાઈ મંત્રી શ્રી સુરેશભાઈ વી પટેલ ચૌહાણ તથા ગલોડિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બીપીનભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષક ગણનો સહયોગ પ્રશંસની રહ્યો હતો.