અર્જુનને ખૂબ પસંદ છે ગર્લફ્રેન્ડ મલાઈકાના હાથની રસોઈ

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બી-ટાઉનના સ્વીટ કપલમાંથી એક છે. બંને હાલમાં જ જર્મનીના બર્લીનમાં રોમેન્ટિક વેકેશન એન્જાેય કરીને આવ્યા છે અને આ દરમિયાનની તેમની તસવીરોએ ફેન્સને કપલ ગોલ્સ પણ આપ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ એક્ટ્રેસે એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું અને તે સમયે ટીવી સાથે એક ફન સેગ્મેન્ટમાં ભાગ લીધો.
તેને શું બોયફ્રેન્ડ માટે ક્યારેય સ્પેશિયલ કૂકિંગ કર્યું છે અથવા તેણે તેને માટે કોઈ ડિશ બનાવી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હું હંમેશા અર્જુન માટે કૂકિંગ કરું છું. હું ક્યારેય પણ તેને કૂક કરવા માટે કહીને ભૂલ કરતી નથી. જાે તમે કૂક ન કરી શકો, તો હું શું કામ તેને કૂક કરવાનું કહીશ. sweet couple of B-Town Malaika and Arjun
ચા કેવી રીતે બનાવવી તે પણ અર્જુન નથી જાણતો. તે શું કામ કૂક કરશે? મને કૂકિંગ કરવાની મજા આવે છે અને તે ઠીક પણ છે. અમારે બંનેએ કૂક કરવાની જરૂર નથી. હું જે ડિશ બનાવું છું તેને તે ભાવે છે. આ સૌથી મહત્વનું છે’. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના પરિવાર તરફથી પણ તેમને લીલી ઝંડી મળી ગઈ છે. જાે કે, એક્ટ્રેસે લગ્ન કરવાની સહેજ પણ ઉતાવળી નથી અને તેઓ બંને હાલ પ્રી-હનીમૂન તબક્કાને એન્જાેય કરી રહ્યા હોવાનું તેનું કહેવું છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું હતું કે, અરબાઝ ખાન સાથે ડિવોર્સ થયા બાદ તેને ૧૨ વર્ષ નાના અર્જુનમાં પ્રેમ મળ્યો હતો.
View this post on Instagram
બંને વચ્ચે ઉંમરનો વધારે તફાવત હોવાથી તે ટ્રોલ પણ થઈ હતી. જાે કે, એક્ટ્રેસે કહ્યું હતું કે, પ્રેમ ઉંમર સુધી સીમિત હોતો નથી અને કપલે હંમેશા એકબીજા વિશે જાણતા રહેવું જાેઈએ. બંને એકબીજા સાથે ભવિષ્ય ઈચ્છે છે, જાે કે હાલ લગ્નનું કોઈ પ્લાનિંગ નથી. મલાઈકાએ ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિએ રિલેશનશિપમાં પોઝિટિવ અને સિક્યોર રહેવાની જરૂર પડે છે, અને તે અર્જુન સાથેના તેના સંબંધ વિશે આશાવાદી અને ખુશ છે.
આ સાથે તેણે કહ્યું હતું કે, તેઓ એકબીજાને રિલેશનશિપમાં ખૂબ જ જરૂરી તેવો આત્મવિશ્વાસ અને ખાતરી આપે છે. બંને નિયમિત તેમના જીવનને અને રોમેન્ટિક રિલેશનશિપને એન્જાેય કરી રહ્યા છે. મલાઈકાએ અર્જુન સાથે ઘરડા થવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે એવો પુરુષ છે જેની તેને જીવનમાં જરૂર હતી.
View this post on Instagram
પાર્ટનર અર્જુનના વખાણ કરતાં મલાઈકાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઉંમર કરતાં વધારે સમજદાર છે. તે મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. તે એવો વ્યક્તિ છે જે ખૂબ જ મુક્ત છે અને અત્યંત કાળજી રાખે છે. મને નથી લાગતું કે તેઓ હવે આવા પુરુષો બનાવે છે. હું આગળ વધી શકું છું પરંતુ તેના આ ગુણની સૌથી વધારે પ્રશંસા કરું છું.
હું આગામી ૩૦ વર્ષ સુધી આ રીતે રહેવા માગું છું. હું બેકસીટ પર જવા માગતો નથી. હું નવા બિઝનેસ શોધવા માગુ છું, ટ્રાવેલ કરવા માગું છું અને અર્જુન સાથે ઘરે બાંધવાનું અને અમારા સંબંધોને આગામી સ્તર સુધી લઈ જવાનું ગમશે’.SS1MS