સ્વિગીનો IPO 06 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે: પ્રાઇઝ બેન્ડ રૂ. 371થી રૂ. 390
- સ્વિગી લિમિટેડ (the “Company”)ના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 371થી રૂ. 390ની કિંમતે પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
- એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ – મંગળવાર, 05 નવેમ્બર, 2024
- બિડ/ઓફર ખૂલવાની તારીખ – બુધવાર, 06 નવેમ્બર, 2024 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – શુક્રવાર, 08 નવેમ્બર, 2024
- બિડ્સ લઘુતમ 38 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 38 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- અન્ય વિગતો માટે, કૃપા કરી 30 ઓક્ટોબર, 2024ના રોજ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અખબારમાં પેજ નંબર 26 પર પ્રસિદ્ધ થયેલી પ્રાઇઝ બેન્ડ જાહેરખબર જોવા અથવા અહીં આપેલી એટેચમેન્ટમાં પ્રાઇઝ બેન્ડ જાહેરખબર જોવા વિનંતી.
અમદાવાદ, 31 ઓક્ટોબર, 2024 – સ્વિગી લિમિટેડ બુધવાર, 06 નવેમ્બર, 2024ના રોજ તેના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 08 નવેમ્બર, 2024 રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 05 નવેમ્બર, 2024 રહેશે.
Swiggy Limited’s initial public offering to open on November 06, 2024
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 371થી રૂ. 390 રાખવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 38 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 38 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઓફરમાં રૂ. 44,990 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 17,50,87,863 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (the “Offer for Sale”)નો સમાવેશ થાય છે.
ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 7,50,000 સુધીના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે જેનું મૂલ્ય રૂ. – મિલિયન સુધીનું છે જે અમારી પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના મહત્તમ 5 ટકા છે (the “Employee Reservation Portion”). ઓફરમાંથી એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન બાદ કરતા જે રહે તેને અહીં નેટ ઓફર તરીકે ગણવામાં આવે છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટ કરવાની યોજના છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” અને આવો પોર્શન the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની અને વેચાણકર્તા શેરધારકો બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય (“Anchor Investor Allocation Price”) તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) (“Net QIB Portion”). આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશ, એ શરતે કે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો નેટર ઓફરના કમસે કમ 75 ટકા ક્યુઆઈબીને ફાળવી ન શકાય તો સમગ્ર બિડની રકમ (અહીં જણાવ્યા મુજબની) રિફંડ કરવામાં આવશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (અ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા એનઆઈબીને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને (બ) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા એનઆઈબીને ફાળવણી માટે અનામત રહેશે, એ શરતે કે આ બંને સબ કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અનસબ્સ્ક્રાઇબ્ડ પોર્શનને સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં એનઆઈબીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે, જે ઓફર પ્રાઇઝ કરતાં વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ઓફરના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIB”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેના માટે ઓફર કિંમત કે તેનાથી વધુની કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ મળેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઇક્વિટી શેર્સ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ મળેલી હોય. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે અને (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સ (અહીં જણાવ્યા મુજબ)ના કિસ્સામાં) યુપીઆઈ આઈડી અને તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ ઓફરમાં ભાગ લેવા માટે લાગુ પડતી હોય તે મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 445થી શરૂ “Offer Procedure” થતી વાંચો.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“Book Running Lead Managers” or “BRLMs”) છે. અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી બાબતોને આરએચપીમાં જણાવ્યા મુજબની બાબતો મુજબનો અર્થ થશે.
Disclaimer: SWIGGY LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed a red herring prospectus dated October 28, 2024 (read with the addendum dated October 29, 2024, the “RHP”), with the Securities and Exchange Board of India, the Stock Exchanges and the RoC on October 28, 2024.The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, the website of the Company at www.swiggy.com and on the websites of the Book Running Lead Managers (“BRLMs”), i.e. Kotak Mahindra Capital Company Limited, J.P. Morgan India Private Limited, Citigroup Global Markets India Private Limited, BofA Securities India Limited, Jefferies India Private Limited, ICICI Securities Limited and Avendus Capital Private Limited at https://investmentbank.kotak.com, www.jpmipl.com,www.online.citibank.co.in/rhtm/citigroupglobalscreen1.htm, www.business.bofa.com/bofas-india, www.jefferies.com, www.icicisecurities.com and www.avendus.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘‘Risk Factors’’ beginning on page 33 of the RHP. Potential investors should not rely on the UDRHP-I filed with SEBI and the Stock Exchanges, and should instead rely on their own examination of the Company and the Offer, including the risks involved, for making any investment decision.