રોટરી ક્લબ દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશનનું ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેસ ખાતે આયોજન
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રોટરી ક્લબ ગોધરા દ્વારા ગોધરામાં સૌ પ્રથમ વખત ઓપન ગોધરા સ્વિમિંગ કોમ્પિટિશનનું સ્પોર્ટ્સ કોમ્પલેસ ગોધરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રો સાથે કાર્યરત એવી રોટરી ક્લબ ગોધરા દ્વારા યોજાયેલ આજની સ્પર્ધામાં ૭૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ચાર વર્ષના નાના ભૂલકાઓથી લઈ ૬૯ વર્ષ સુધીના વયના સ્ત્રી અને પુરુષોએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું. Swimming Competition organized by Rotary Club at Sports Complex Godhra
સમાજમાં શારીરિક કસરત દ્વારા યુવાધનનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે હેતુથી તેમજ સમાજમાં આ પ્રચાર અને પ્રસાર થાય તે માટે આવી સ્પર્ધા યોજવામાં આવી.પ્રેક્ષકો તેમજ સ્પર્ધકોએ આ આયોજન બાબતે પ્રશંશા સાથેસાથે રોટરી ક્લબના પ્રમુખ રો.શિલ્પા શિલ્પા પરીખ ,
કાલિન્દી વેદાંતી સેક્રેટરી, ખજાનચી ભવાનીશંકર ત્રિપાઠી તેમજ પ્રોજેક્ટ ચેરમેન ઉદય વેદાંતીને ધન્યવાદ પાઠવ્યા. સવિશેષ ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીના અધ્યાપક તેમજ તેમના વિદ્યાર્થીગણ અત્રે ઉપસ્થિત રહી સ્પર્ધા પરિપૂર્ણ કરાવી હતી. વધુમાં તેમની સાથે આવેલા લાઈફ ગાર્ડની કામગીરી સવિશેષ બિરદાવવા યોગ્ય હતી.
સ્પર્ધાનું આયોજન સમયસર અને સુચારુ રીતે થાય તે માટે રોટેરિયન મિત્રોએ ઉત્સાહભેર સાથ આપ્યો જેમાં અરવિંદ સિસોદિયા અર્પિત જાેશી, અરવિંદ બારીયા ગિરીશ પટેલ, રાજેશ રાવલ ,પ્રકાશ દીક્ષિત નરેશ સેવાની જાેગિન્દર કાલરા તેમજ સમીર પરીખ હતા.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન રો. જયેશ શાહ એ કર્યું અને રજીસ્ટ્રેશન ની કામગીરીમાં સુભાષ શરાફ, શશીકાંત જૈન તથા દત્તેશ પુરોહિત એ આત્મીયતાથી મદદ કરી. રોટરી ક્લબ ગોધરાના ઇતિહાસમાં ઓપન ગોધરા સ્વિમિંગ કોમ્પિટિશન સૌપ્રથમ વાર યોજવામાં આવી અને નગરજનોમાં સ્વિમિંગને લીધે સ્વાસ્થ્ય જાળવણી નો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો.