રાજયમાં સ્વાઈન-ફલૂ વકરતા આરોગ્ય તંત્ર સક્રિય
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ના કહેર વચ્ચે સ્વાઇનફલૂ એ માથું ઉચકતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.જયારે મંકી પોસ્ક નું ઝડપી નિદાન થાય તે માટે જિલ્લા કક્ષાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જાેકે સ્વાઇન ફલૂ નું પ્રમાણ વધુ જાેવા મળ્યું હોવાનો સ્વીકાર ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે કર્યો છે.
ગાંધીનગર હેલિપેડ ના પ્રદર્શની સેન્ટર ખાતે આજથી ફાર્મા ક્ષેત્રનું મોટું પ્રદર્શન શરૂ થયું છે. જેમાં દેશના તમામ રાજ્યોના ૩૦૦ થી વધુ ફાર્મસીટીકલ ક્ષેત્રના ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના શુભારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુનું પ્રમાણ ગુજરાતમાં વધારે જાેવા મળ્યું છે.
ત્યારે સ્વાઇન ફલૂ ના જેમ જેમ કેસ સામે આવે છે.તેમ તેમ આરોગ્ય વિભાગ ગંભીરતા થી સારવાર આપી રહ્યું હોવાનો દાવો ઋષિકેશ ભાઈ પટેલે કર્યો છે. તો બીજી તરફ જામનગર માં શંકાસ્પદ મંકી પોક્સ કેસ બાબતે આરોગ્ય મંત્રી એ નિવેદન આપ્યું હતું કે જામનગર માં ડિટેકટ થયેલા આ કેસમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
પરંતુ મંકી પોક્સ ના કેસમાં લક્ષણો દેખાય એટલે તરત તેની સારવાર ઝડપી મળે તે હેતુથી તમામ જિલ્લા મથકે મંકી પોક્સના નિદાન માટેની વ્યવસ્થા ગોઠવી હોવાનો દાવો આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ એ કર્યો છે.
ઉપરાંત તેમણે કહ્યું કે આજે સમગ્ર રાજ્યમાં રસી કરણ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યની અલગ અલગ સ્કૂલ ના બાળકો તેમજ ૨૩ લાખ જેટલી સગર્ભા માતા ને આવરી લેવામાં આવશે.જાેકે છેલ્લા ૨ વર્ષ થી કોરોના ના લીધે આ અભિયાન શરૂ કરી શક્યા નહોતા.
પરંતુ આ વેકસીન થી બાળકો ને બીજા રોગો સામે પણ રક્ષણ મળશે. જયારે ૧ હજાર જેટલી ટિમો આ કાર્ય માં જાેડાઈ છે. એટલું જ નહીં રાજ્યની ૫૦ હજાર જેટલી શાળા ઓમાં પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું આરોગ મંત્રી ઋષિકેશ ભાઈએ જણાવ્યું છે.