હવે મુંબઈના રસ્તાઓ પર દોડશે ડબલ ડેકર ઈલેકટ્રીક બસ EiV22
સ્વિચ મોબિલિટીએ બેસ્ટને ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ સ્વિચ EiV 22નો પ્રથમ સેટ આપ્યો
મુંબઈ, હિંદુજા ગ્રૂપની કંપની અને અદ્યતન કાર્બન ન્યૂટ્રલ ઇલેક્ટ્રિક બસ તથા લાઇટ કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક સ્વિચ મોબિલિટી લિમિટેડ (‘સ્વિચ’)એ મુંબઈમાં બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને સ્વિચ EiV 22નો પ્રથમ સેટ આપ્યો હતો. બેસ્ટને 200 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનો પ્રથમ સેટ મળ્યો છે. બેસ્ટ સાત દાયકાથી વધારે સમયથી ભારતમાં ડબલ ડેકર બસની સૌથી વધુ જાણીતી બસ ઓપરેટર છે. Switch Mobility Ltd. delivers first set of SWITCH EiV 22, India’s first electric double decker buses to BEST
સ્વિચ EiV 22 ભારતની પ્રથમ અને વિશિષ્ટ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એર કન્ડિશન બસ છે, જેની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને નિર્માણ ભારતમાં થયું છે, જે સ્વિચના આંતરરાષ્ટ્રીય સ્તરના ઇલેક્ટ્રિક બસનું નિર્માણ કરવાના અનુભવનો ઉપયોગ કરે છે. સ્વિચ EiV 22 અદ્યતન ટેકનોલોજી, અલ્ટ્રા-મોડર્ન ડિઝાઇન, સર્વોચ્ચ સલામતી અને શ્રેષ્ઠ સુવિધાજનક ખાસિયતો સાથે સજ્જ છે.
સ્વિચ મોબિલિટી લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી મહેશ બાબુએ કહ્યું હતું કે, ‘’સ્વિચ નવીન, ટેકનોલોજીકલ રીતે આધુનિક, ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર સ્વિચ EiV 22 જેવા અદ્યતન ઉત્પાદનો દ્વારા ઝીરો કાર્બન મોબિલિટીને સર્વસુલભ બનાવવાના પોતાના વિઝન પ્રત્યે કટિબદ્ધ છે.
આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર ઓગસ્ટ, 2022માં પ્રસ્તુત થઈ હતી. આજે અમને બેસ્ટને પ્રથમ 200 ઇલેક્ટ્રિક ડબલ ડેકર પ્રદાન કરવાની ખુશી અને ગર્વ છે, જે આ દાયકા અને આગામી ગાળામાં મુંબઈમાં ડબલ ડેકરના વારસાને આગળ વધારશે તથા છેલ્લાં થોડાં સમયમાં બેસ્ટએ શરૂ કરેલી પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધાઓને વધારશે.
ગ્રાહકને શ્રેષ્ઠ સુવિધા અને આનંદદાયક સફરનો અનુભવ આપવાની સાથે અમને ખાતરી છે કે, સ્વિચ EiV 22 મુંબઈમાં સરકારી પરિવહનમાં પરિવર્તન લાવશે અને મુંબઈકર્સની ઘણી આઇકોનિક, આનંદદાયક યાદો તાજી કરશે.’’
બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટના જનરલ મેનેજર શ્રી લોકેશ ચંદ્રાએ કહ્યું હતું કે, ‘’ આ ભારતની પ્રથમ એસી, ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ પોતાના કાફલામાં ઉમેરવી બેસ્ટ માટે ઐતિહાસિક ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગ્રીન અને ક્લીન મોબિલિટીના વિઝનને સાકાર કરવા આ બસો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (એનસીએપી) અંતર્ગત ખરીદવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં સરકારી બસ પરિવહનને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ બનાવવા આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસો મુંબઈકરને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસનો અનુભવ આપશે. લાઇવ ટ્રેકિંગ ઉપકરણો, સીસીટીવી કેમેરા અને મહિલાઓની સલામતી માટે પેનિક બટન સાથે સજ્જ આ બસો ‘ટેપ-ઇન ટેપ-આઉટ’ સુવિધા સાથે 100 ટકા ડિજિટલ હશે અને 100 ટકા ગ્રીન (સૌર ઊર્જા) પર દોડશે.’’
સ્વિચ ઇલેક્ટ્રિક ડબલ ડેકર અદ્યતન માળખા સાથે લાઇટવેઇટ એલ્યુમિનિયમનું બોડી ધરાવે છે અને સિંગલ ડેકર બેસની સરખામણીમાં કર્બ વજનમાં ફક્ત 18 ટકાના વધારા સાથે લગભગ બમણી સંખ્યામાં પેસેન્જરનું વહન કરી શકે છે. આધુનિક સ્ટાઇલ તથા
સુંદર ઇન્ટેરિયર્સ અને એક્ષ્ટેરિયર્સ સાથે ઇલેક્ટ્રિક ડબલ ડેકરને આગળ અને પાછળ પહોળા દરવાજા, બે સ્ટેરકેસ અને એક ઇમર્જન્સી ડોર પર ગર્વ છે, જે સલામતીના આધુનિક ધારાધોરણો ધરાવે છે. એસી ભારતની ગરબ આબોહવામાં અસરકારક કૂલિંગ પૂરું પાડે છે, તો આ માળખામાં મહત્તમ 65 પેસેન્જર માટે સીટ ઓફર કરે છે. દરેક સીટ લાઇટવેઇટ કુશન ધરાવે છે અને પેસેન્જરની સુવિધા માટે કાર જેવું ઇન્ટેરિયર્સ ધરાવે છે. આ અદ્યતન ઇલેક્ટ્રિક ડબલ ડેકર