Western Times News

Gujarati News

સિડની ટેસ્ટ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટે પરાજય

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની પાંચમી અને અંતિમ મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે ૧૬૨ રનનો ટાર્ગેટ હતો, જેણે રમતના ત્રીજા દિવસ (૫ જાન્યુઆરી)ના બીજા સેશનમાં હાંસલ કર્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૧થી કબજે કરી લીધી. ઓસ્ટ્રેલિયાએ ૯ વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે.

આ જીત સાથે કાંગારૂ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ એન્ટ્રી મેળવી લીધી છે. હવે ડબ્લ્યુટીસી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ઉ્‌ઝ્રના વર્તમાન ચક્રની ફાઇનલ આગામી વર્ષે ૧૧-૧૫ જૂન દરમિયાન ક્રિકેટ લોર્ડ્‌સના મક્કા ખાતે રમાશે.

ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી હતી, જ્યાં તેને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમનું ત્રીજી વખત ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનો બીજો દાવ ૧૫૭ રનમાં સમેટાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ૧૮૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ ૧૮૧ રનમાં સમેટાઈ ગયો હતો. એટલે કે પ્રથમ દાવના આધારે ભારતને ચાર રનની લીડ મળી હતી. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ ૨૯૫ રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ ૧૦ વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ ૧૮૪ રને જીતી હતી.

લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી અને તેણે માત્ર ૩.૪ ઓવરમાં ૩૯ રન બનાવી લીધા હતા. અહીંથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ટીમને વાપસી કરવા માટે નેતૃત્વ કર્યું હતું. પ્રસિદ્ધે પહેલા સેમ કોન્સ્ટાસ (૨૨)ને વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પછી તેણે માર્નસ લેબુશેન (૬) અને સ્ટીવ સ્મિથ (૪)નો પણ શિકાર કર્યો.

યશસ્વી જયસ્વાલે લાબુશેન અને સ્મિથ બંનેનો કેચ પકડ્યો હતો. અહીંથી ઉસ્માન ખ્વાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે ૫મી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી થઈ હતી. સિરાજે ઉસ્માન ખ્વાજાને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. અહીંથી ટ્રેવિસ હેડ અને બ્યૂ વેબસ્ટરે ભારતીય ટીમને કોઈ તક આપી ન હતી અને ઓસ્ટ્રેલિયાને જીતના મુકામ સુધી લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.