સિસ્કાએ SW300 પોલર સ્માર્ટવોચ લોન્ચ કરી
સિસ્કાએ ફ્લિપકાર્ટ સાથે જોડાણ વધાર્યું; ભારતમાં પરિવર્તનકારક કિંમતે અતિ અદ્યતન અને સુંદર SW300 પોલર સ્માર્ટવોચ પ્રસ્તુત થઈ, જે વેરેબલ કેટેગરીને નવેસરથી પરિભાષિત કરશે
સ્માર્ટવોચ બ્લુટૂથ કોલિંગ, ઓફલાઇન મ્યુઝિક સ્ટોરેજ માટે ઇન-બિલ્ટ મેમરી, 1.32” અલ્ટ્રાવ્યૂ આઇપીએસ ડિસ્પ્લે 360*360-પિક્સેલ રિઝોલ્યુશ, TWS કનેક્શન જેવી ખાસિયતો ધરાવે છે
મુંબઈ, ભારતમાં અગ્રણી એફએમઇજી બ્રાન્ડ સિસ્કા ગ્રૂપે એની લેટેસ્ટ સ્માર્ટવોચ સિસ્કા SW300 પોલર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ વિસ્તરણ ફરી એક વાર ભારતના ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ સાથે જોડાણમાં થયું છે.
ફ્લિપકાર્ટ સાથે સિસ્કાએ વર્ષ 2020માં ઝડપથી વિકસતા સ્માર્ટવોચ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો, જેનો આશય સમગ્ર દેશમાં ફિટનેસ આવશ્યકતા માટેની વધતી માગને પૂર્ણ કરવાનો છે. સિસ્કામાંથી આ લેટેસ્ટ વોચની પ્રસ્તુતિ યાદગાર લોંચ પૈકીનું એક છે, ખાસ કરીને કંપનીએ તમામ નવા ઔદ્યોગિક સેગમેન્ટ માટે તેની ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષમતા પુરવાર કરી છે એને ધ્યાનમાં રાખીએ તો.
સિસ્કા SW300 પોલર સ્માર્ટવોચ 1.32” અલ્ટ્રાવ્યૂ આઇપીએસ ડિસ્પ્લે 360*360 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે, જે ગ્રાહકોને કોઈ પણ જગ્યાએ તેમના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા સક્ષમ બનાવવા વિકસાવવામાં આવી છે.
સ્માર્ચવોચ ઝડપથી વિકસતું સેગમેન્ટ છે અને કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ મુજબ, સ્માર્ટવોચનું સેગમેન્ટ વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 173 ટકા વધ્યું છે. 500 નિટ્સ બ્રાઇટનેસ ઉપરાંત આ વોચ 37 સ્પોર્ટ્સ મોડ સાથે આવે છે, જેમ કે રનિંગ, સાઇકલિંગ, હાઇકિંગ, ક્લાઇમ્બિંગ વગેરે. આ તમારા માટે જીપીએસ સાથે જોડાણ ધરાવે છે, જેથી તમારા મનપસંદ સ્પોર્ટ પર સચોટ નજર રહે અને તમે એક્ટિવ અને ફિટ રહી શકો.
સિસ્કા SW300 પોલર સ્માર્ટવોચના લોંચ પર સિસ્કા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગુરુમુખ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “સ્માર્ટવોચ બજારમાં અમને પ્રવેશ કરીને મોટી સફળતા મળી છે, જેથી અમે સિસ્કા SW300નું વધારે અદ્યતન વર્ઝન પ્રસ્તુત કરવા પ્રેરિત થયા છીએ,
જેથી અમારા ગ્રાહકોના સ્વાસ્થ્ય અને જીવનશૈલીની જરૂરિયાતો પૂરી થાય. સમગ્ર દેશમાં લાખો યુઝર્સને સેવા આપવાની કુશળતા સાથે વર્ષોના અનુભવ સાથે ફિટનેસ ઉત્સાહીઓને કોઈ પણ જગ્યાએ સિસ્કાની સ્માર્ટવોચનો લાભ આપવા ફ્લિપકાર્ટ કિંમતી પાર્ટનર છે અને અમને ઉપભોક્તાની માગને ખરાં અર્થમાં સમજવામાં મદદરૂપ
થાય છે.”
સિસ્કા SW300 પોલર સ્માર્ટવોચની નવીન ખાસિયતો –
બ્લુટૂથ કોલ મોડ – યુઝર સ્માર્ટવોચ માઇક અને સ્પીકરનો ઉપયોગ કરીને સ્માર્ટવોચ પરથી સીધા કોલ કરી શકે છે/જવાબ આપી શકે છે અથવા તેને રિજેક્ટ કરી શકે છે
અલ્ટ્રાવ્યૂ ડિસ્પ્લે – સ્માર્ટવોચને 360*360 પિક્સેલના સંવર્ધિત રિઝોલ્યુશન સાથે 1.32” આઇપીએસ ડિસ્પ્લે પર ગર્વ છે, જે સંપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ આપે છે
ટીડબલ્યુએસ કનેક્શન – યુઝર મોબાઇલ ફોન વિના ઓફલાઇન મ્યુઝિક જોવા અને એનો આનંદ માણવા સીધા ટીડબલ્યુએસ/બીટી ઇયરફોન જોડી શકે છે
ઓફલાઇન મ્યુઝિક માટે ઇન-બિલ્ટ સ્ટોરેજઃ યુઝર સ્માર્ટવોચમાં અંદાજે 100 ગીતો સ્ટોર કરી શકે છે અને પ્લે કરી શકે છે, જે કોઈ પણ જગ્યાએ મનોરંજન માણવા સક્ષમ બનાવે છે
હેલ્થ રેટ ટ્રેકિંગ – નવી SW300 વોચ હૃદયના સંવર્ધિત ધબકારાના દર પર નજર રાખવા માટે આવે છે, જે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે તેના પર તમે નજર રાખવામાં મદદરૂપ થઈ શકે છે
ફિમેલ હેલ્થ ટ્રેકિંગ – મહિલાઓના સ્વાસ્થ્યને ટેકો આપવાના ઉદ્દેશ સાથે ફિમેલ હેલ્થ ટ્રેકિંગ મહિલાઓને તેમના માસિકચક્ર પર નજર રાખવામાં મદદરૂપ થાય છે
બ્લડ ઓક્સિજન – સિસ્કા ઉપભોક્તાઓને તેમના સ્વાસ્થ્યને સૌથી વધુ જાળવવામાં ટેકો આપવામાં માને છે અને આ માટે બ્લડ મેન્યુઅલ ઓક્સિજન લેવલ માપવાનું ફીચર ઉમેર્યું છે
મેસેજ નોટિફિકેશન – મેસેજ નોટિફિકેશન ફીચર સાથે કોઈ પણ વ્યક્તિ મોબાઇલ ફોન પર ટેક્સ્ટ મેસેજીસ જોઈ શકે છે અને ઘડિયાળને રિયલ-ટાઇમ માહિતી આપી શકે છે
સ્લીપ મોનિટર – સ્માર્ટવોચ વ્યક્તિને આખી રાત ઊંઘના સ્ટેટ્સને રેકોર્ડ કરવાની સુવિધા આપે છે
હવામાનનો રિપોર્ટ – સ્માર્ટવોચે વધુ એક રસપ્રદ ફીચર ઉમેર્યું છે, જે તાપમાન જેવી હવામાનની સ્થિતિ દર્શાવે છે અને તમારા હવામાનની સ્થિતિ પર અપડેટ પણ આપે છે, જેમ કે વરસાદી, વાદળછાયું કે ખુશનુમા.
તણાવ – આ ફીચર યુઝરને તેઓ કેટલું માનસિક દબાણ અનુભવે છે એના પર નજર જાળવવામાં મદદરૂપ થાય છે
શીડ્યુલ – યુઝર શીડ્યુલ ઉમેરી શકે છે અને સ્માર્ટવોચ રિમાઇન્ડર્સની વહેંચણી કરવના માટે મદદરૂપ થશે
હેન્ડ સેનિટાઇઝેશન રિમાઇન્ડર – આ નવીન ખાસિયત, હેન્ડ સેનિટાઇઝેશન યુઝરને નિયમિત સમયાંતરે હાથને સેનિટાઇઝ કરવાની સૂચના આપે છે
એન્ટિ-લોસ્ટ રિમાઇન્ડર – જ્યારે વોચ મોબાઇલ ફોનના બ્લુટૂથથી ડિસકનેક્ટ થાય છે, ત્યારે સ્માર્ટવોચ વાઇબ્રેટ થવાનું શરૂ કરે છે અને મોબાઇલ ચેક કરવા નોટિફિકેશન આપે છે
મ્યુઝિક અને કેમેરા કેપ્ચ્યોર – યુઝર પ્લે, પૉઝ, પછીના અને આગળના ગીતના વિકલ્પો માટે પસંદગી કરવાની સુવિધા મેળવીને સ્માર્ટવોચમાંથી મ્યુઝિકને નિયંત્રિત કરી શકે છે. સ્માર્ટવોચ પર ક્લિક કરીને સરળતાપૂર્વક ફોટો ખેંચી શકાશે
એલાર્મ ક્લોક અને ટાઇમર – મહત્તમ પાંચ એલાર્મ્સ એપને સ્માર્ટવોચ સાથે સિન્ક કરીને સેટ કરી શકાશે. સ્માર્ટવોચ યુઝરને સમય પર નજર રાખવામાં મદદરૂપ થાય છે
ફાઇન્ડ ફોન – જ્યારે ઘડિયાળ એપ સાથે જોડાય છે, ત્યારે મોબાઇલ ફોન એના પર ટેપ થતાં અવાજ પેદા કરશે
સ્ટોપવોચ – સ્માર્ટવોચ સ્ટોપવોચ જેવા સમય સાથે સંબંધિત ખાસિયતો ધરાવે છે. ઇલેક્ટ્રોનિક ટાઇમર વન ટાઇમ કે એકથી વધારે વાર રેકોર્ડ કરી શકે છે
ડ્યુઅલ બ્લુટૂથ – બ્લુટૂથ 5.0 મ્યુઝિક/કેમેરા કન્ટ્રોલ અને નોટિફિકેશન માટે થાય છે, જેમાં બ્લુટૂથ 5.0 અને 3.0નો ઉપયોગ બીટી કોલિંગ, મ્યુઝિક કન્ટ્રોલ અને નોટિફિકેશન્સ માટે ઉપયોગ થઈ શકશે. સ્માર્ટવોચ બીટી કોલિંગ ફંક્શન માટે સ્વીકાર્ય પાવર સેવિંગ ટેકનોલોજી પણ પ્રદાન કરે છે
આ ખાસિયતો ઉપરાંત સ્માર્ટવોચ 200+ વિવિધતાસભર ક્લાઉડ વોચ ફેસ, પાણી પીવા માટે રિમાઇન્ડર્સ, સ્ટેપની ગણતરી અને કેલેરી તેમજ વોચ ફેસ પર સતત સ્ક્રોલ કરવા ક્રાઉન કી જેવા ફંક્શન પણ ધરાવે છે. TWS કનેક્શન સાથે સિસ્કા SW300 મેટલ બોડીની પ્રીમિયમ ડિઝાઇન ધરાવે છે તથા ચાર કલરમાં ઉપલબ્ધ છે – બ્લેક, સ્પેક્ટ્રા બ્લૂ, ગ્રે અને ગ્રીન.
આઇપી67ની બેટરલી લાઇફ ઘડિયાળના વપરાશ પર આધારિત છે – જે બીટી કોલિંગ વિના દસ દિવસ અને બીટી કોલિંગ સાથે ત્રણ દિવસની છે. પ્રોડક્ટ ગૂગલ ફિટ અને એપલ હેલ્થ સાથે સક્ષમ છે તથા બાર મહિનાની ઉત્પાદન વોરન્ટી ધરાવે છે. ફ્લિપકાર્ટ પર સ્માર્ટવોચ ખરીદી માટે રૂ. 2799માં ઉપલ્બધ છે.