Western Times News

Gujarati News

સિસ્કાએ નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતા રાજકુમાર રાવની નિયુક્તિ કરી

ભારતની અગ્રણી ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કંપની સિસ્કા ગ્રુપે આજે તેની બ્રાન્ડના નવા ચહેરા તરીકે પુરસ્કાર વિજેતા બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવની નિયુક્તિ કર હોવાની જાહેરાત કર હતી. રાજકુમાર રાવ એલઇડી અને ફેન સેગમેન્ટ્સની વિવિધ સિસ્કા પ્રોડક્ટ્સના પ્રસાર માટે કંપની સાથે કામ કરશે.

રાજકુમાર રાવ તેમની બિનપારંપારિક ફિલ્મોની પસંદગી માટે જનસામાન્યમાં અપીલ ધરાવે છે અને તે આજની તારીખમાં સૌથી પ્રતિભાશાળી કલાકાર છે. સિસ્કાના ટાર્ગેટ ગ્રુપમાં મોટો હિસ્સો ધરાવતા શહેરી દર્શકો ઉપરાંત ટિયર ટુ અને ટિયર થ્રી માર્કેટ્સના દર્શકોમાં તે મજબુત જોડાણ ધરાવે છે.

સિસ્કાના સૌ પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર ઇરફાન ખાનના કવેળાના અને કમનસીબ નિધન બાદ કંપની ડાઇનેમિક અને લોકચાહના ધરાવતા એવા બ્રાન્ડ઼ એમ્બેસેડરની શોધમાં હતી જે બ્રાન્ડ સિસ્કાની જેમ સ્વદેશી અને ખરી હોય. રાવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરતાની સાથે જ તેના ઉમદા અભિનય માટે રાષ્ટ્રવ્યાપી નામના મેળવી હતી.

આ જ રીતે સિસ્કાએ પણ દેશમાં ટુંકા સમયગાળામાં એલઇડી લાઇટિંગમાં અનેક ગણી વૃધ્ધિ કરીને પ્રણેતાનું સ્થાન મેળવ્યું છે. આમ, સિસ્કા અને રાજકુમાર રાવ વચ્ચેની સમાનતા આ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સંપૂર્ણ બંધ બેસે છે.

રાજકુમાર રાવની નિયુક્તિ અંગે સિસ્કા ગ્રુપના ડિરેક્ટર રાજેશ ઉત્તમચંદાણીએ જણાવ્યું હતું કે, “સિસ્કા ગ્રુપના નવા ચહેરા તરીકે રાજકુમાર રાવની નિયુક્તિથી અમે ખુબ રોમાંચિત છીએ. રાજકુમાર સિસ્કા બ્રાન્ડ માટે બંધબેસતી પસંદગી છે કારણ કે તેમનું કામ અને ભુમિકાઓ સંવેદનશીલ અને પાકટ અભિનેતા પ્રદર્શિત કરે છે.

અમે માનીએ છીએ કે સિસ્કામાં અમારી મુસાફરી રાજકુમારના કામમાં પ્રતિબિંબિત થઇ રહી છે. અમને વિશ્વાસ છે કે રાજકુમાર રાવ સાથે અમારું જોડાણ વધુને વધુ મજબુત થશે અને સિસ્કાના વફાદાર ગ્રાહકોના હૃદયમાં જાદુ સર્જવામાં મદદરૂપ થશે. ”

બ્રાન્ડનો નવો ચહેરો બનવા અંગે પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવે જણાવ્યું હતુ કે, “મારા માટે સિસ્કા ઉચ્ચ ગુણવત્તાસભર અને સંપુર્ણપણે સ્વદેશી બ્રાન્ડ છે. તે પ્રણેતા કંપની છે, જેની કહાની ખરેખર પ્રેરણાદાયી છે અને હું તેની સાથે સરળતાથી તાદામ્ય કેળવી શકું છું.

સિસ્કાએ વિશેષ કેટેગરી સર્જી છે, જે દેશ માટે સારું છે અને કંપની પરંપરાગત સીએફએલમાંથી એલઇડી લાઇટ્સમાં જવા ગ્રાહકોને સમજાવવામાં સફળ રહી છે. હું માનું છું કે આ મક્કતાપુર્વકનો અભિગમ છે અને મારા મતે આ સફળતા એવો સંદેશ આપે છે કે હંમેશા કઠણ મહેનત કરો અને સ્પર્ધાથી ખુબ આગળ રહેવા માટે 100 ટકા પ્રયાસ કરો. ગ્રાહક તરીકે આ એક વચન છે કે અમે સિસ્કા વતી શ્રેષ્ઠ આપવા આશાવાદી રહીશું. ”

આ ભાગીદારીમાં સિસ્કા ગ્રુપ રાજકુમાર રાવ સાથે નવી એડ કેમ્પેન બનાવવામાં આવશે, જેમાં એલઇડી અને પંખા પર ફોકસ કરવામાં આવશે અને બ્રાન્ડે આટલાં વર્ષોમાં મેળવેલી સિધ્ધિઓને હાઇલાઇટ કરવામાં આવશે.

આ કેમ્પેન ટુંક સમયમાં શરુ થશે અને મેટ્રો, ટિયર-ટુ અને ટિયર-થ્રી શહેરોમાં લોકો સુધી પહોંચવા અગ્રણી સમાચાર અને જનરલ એન્ટરટેઇનમમેન્ટ ટીવી ચેનલોમાં વ્યૂહાત્મક રીતે રજુ કરવામાં આવશે. હાઇ-ટ્રાફિક ધરાવતા પબ્લિશર્સમાં આક્રમક ડિજિટલ હાજરી આધુનિક ગ્રાહકોમાં તેની પહોંચ વધારશે અને નવા વર્ષ સુધીના તહેવારોની મોસમમાં ગતિમાં ઉમેરો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.