Western Times News

Gujarati News

આરોગ્ય માટે લાભદાયી નવીન LED લાઇટથી આંખો પર તાણ નહીં પડે

સિસ્કાએ અનોખી ક્લિયર સાઇટ LED ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ લોંચ કરી

મુંબઇ, 8 ડિસેમ્બર 2020: એલઇડી લાઇટિંગ ટેકનોલોજીમાં અગ્રેસર સિસ્કા ગ્રુપે અત્યંત ઇનોવેટિવ સિસ્કા ક્લિયર સાઇટ એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ લોંચ કરી છે. કંપનીઓ વર્ક ફ્રોમ હોમ પોલિસીઅપનાવી રહી હોવાથી ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ નોંધપાત્ર પ્રમાણમાં વધી ગયો છે અને તેને કારણે આંખ અને એકંદર આરોગ્ય પર તણાવ પડે છે.

સિસ્કાની ક્લિયર સાઇટ એલઇડી લાઇટમાં ફ્લિકર-ફ્રી ટેકનોલોજી છે, જે એલઇડીમાંથી તેજ પ્રકાશને શુધ્ધ કરે છે. સિસ્કા તેની એલઇડી લાઇટિંગ ટેકનોલોજી હેઠળ સતત અનોખી લાઇટિંગ પ્રોડક્ટ્સની સઘન રેન્જ રજૂ કરતી રહી છે.

તીવ્ર એલઇડી લાઇટમાં કામ કરવાને કારણે દ્રષ્ટીની તીવ્રતા ઘટી જાય છે અને એકંદર આરોગ્યને હાનિ થાય છે. ફ્લિકર ફ્રી ટેકનોલોજી સલામત છે અને આંખની એકંદર કાળજી માટે ભરોસાપાત્ર છે કારણ કે તેનાથી આંખ પરની તાણ અને થાક ઘટ છે અને આરોગ્ય અંગેની અન્ય સમસ્યામાં રાહત મળે છે. સિસ્કા એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ 5W, 8W, 10W, 12W, 15W, 18W અને  20W માં ઉપલબ્ધ છે અને ગોળ તથા ચોરસ એમ બે આકારમાં મળે છે.

આ પ્રોડક્ટ અગ્રણી રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય અને તેની કિંમત વોટેજને આધારે ₹450થી ₹1150ની રેન્જમાં છે. તેની સાથે બે વર્ષની મેન્યુફેક્ચરર વોરન્ટી આવે છે. આ ચોક્કસ સિરીઝના ભાગ રૂપે સિસ્કા ટૂંક સમયમાં ફ્લિકર ફ્રી બલ્બ્સ, ટ્યુબ્સ, ડાઉનલાઇટ્સ વગેરે પણ લોંચ કરશે.

સિસ્કા એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટના લોંચ અંગે ટિપ્પણી કરતા સિસ્કા ગ્રુપના ડિરેક્ટર રાજેશ ઉત્તમચંદાણીએ જણાવ્યું હતું કે, “સિસ્કા બદલાતી જતી ગ્રાહક પેટર્નને વર્ગીકૃત કરીને એલઇડી સેગમેન્ટમાં નવી અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરવા પ્રતિબધ્ધ છે. સિસ્કા એવી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ પર ફોકસ કરે છે, જે અમારા ગ્રાહકોના જીવનને સગવડદાયક બનાવે છે અને તેમને તેમની શારિરીક અને માનસિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ કરે છે.

સિસ્કાની ક્લિયર સાઇટ ફ્લિકર-ફ્રી એલઇડી લાઇટ વર્તમાન ગ્રાહકોને ઘરેથી કામ કરતી વખતે આંખો પર તાણ ન પડે તે રીતે બનાવવામાં આવી છે. સિસ્કા ‘વોકલ ફોર લોકલ’ની સરકારની પહેલને અનુરૂપ છે અને આ પ્રોડક્ટનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવ્યું છે.”

સિસ્કા ક્લિયર સાઇટ એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટના મહત્વના પાસાં:

·         માનસિક થાક નહીઃ માનસિક થાકને કારણે રોજીંદી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી નડે છે, તેનાથી કામ કરવામાં રસ રહેતો નથી. આ એલઇડી લાઇટ્સ માનસિક થાકની વિપરીત અસર સામે લડે છે અને કામમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ કરશે.

·         માથાનો દુઃખાવો ઘટાડેઃલેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાને કારણે આંખ પર તાણ પડે છે જેનાથી આંખ ઝાંખી થવાની અને માથાનો દુઃખાવો થવાની સમસ્યા નડે છે. સિસ્કા એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ માથાના દુઃખાવાને રોકે છે.

·         આંખ પર તાણ ન પડેઃકમ્પ્યુટર સ્ક્રીન સામે સતત કામ કરવાથી આંખો થાકી જાય છે જેનાથી તાણ પડે છે. સિસ્કા એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ આંખ પર તાણ થતી રોકવામાં મદદ મેળવવાનો આદર્શ ઉપાય છે.

·         ચશ્મા પહેરવાની કોઇ અસર નહીઃ આંખમાં દુઃખાવો, થાક, ખંજવાળ અને લાલ થવી એ ચશ્મા પહેરવાની અસરો છે. સિસ્કા એલઇડી ફ્લિકર-ફ્રી પેનલ લાઇટ દ્વારા સોફ્ટ અને ફ્લિકર-ફ્રી લાઇટિંગ ચશ્માની આ વિપરીત અસરોને નાબૂદ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.