Western Times News

Gujarati News

ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર કડક બન્યું: 150 દુકાનો સીલ કરાઈ

પ્રતિકાત્મક

ફાયરસેફ્ટી મુદ્દે કાર્યવાહીથી ૧પ૦ દુકાનદારો દોડતા થયા

સુરત, સુરતમાં બેદરકાર કોમર્શિયલ કોમ્પલેક્સ સામે ફાયર બ્રિગેડ વિભાગે સિલિંગનો મોરચો ખોલ્યો છે. ગુરૂવારે રિંગરોડની અભિષેક માર્કેટને સીલ મારી દેતા પાંચ વર્ષથી ફાયરસેફ્ટીની નોટિસને કાગળનો ટૂકડો સમજતા ૧પ૦ દુકાનદારો દોડતા થઈ ગયા હતાં.

સુરતના સચીન જીઆઈડીસીમાં આગની આ હોનારત બાદ હવે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ ફાયર સેફ્ટી મુદ્દે લાપરવાહી દાખવનારાઓ વિરૂદ્ધ વધુ એક વખત કડકાઈ દાખવવાનું શરૂં કર્યું છે. ગુરૂવારે સવારે શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી કાપઢ માર્કેટમાં ફાયર સેફ્ટીના અભાવને પગલે સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિંગરોડ વિસ્તારમાં આવેલી અભિષેક ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લા પાંચ વર્ષથી ફાયર સેફ્ટી મુદ્દે વહીવટી તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવી રહી હતી. અત્યાર સુધી ત્રણથી વધુ નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં માર્કેટના વહીવટકર્તાઓ ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઊભી કરવાના મુદ્દે આંત આડા કાન કરી રહ્યા હતા આખરે ગુરૂવારે અભિષેક માર્કેટને સિલ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરત મહાનગર પાલિકાના એડિશનલ ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે કહ્યું હતું કે, શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લાપરવાહી દાખવનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.