‘આશિકી’ ટાઈટલથી ટી-સિરીઝ ફિલ્મ બનાવી શકશે નહીં
મુંબઈ, રોમેન્ટિક-મ્યૂઝિકલ ફિલ્મની કેટેગરીમાં આગવી ઓળખ ઊભી કરનારી ‘આશિકી’ના ટાઈટલ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
રાહુલ રોય અને અનુ અગ્રવાલ સાથેની ‘આશિકી’નું પ્રોડક્શન વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ થયું હતું. વિશેષ ફિલ્મ્સ પાસે આ ટાઈટલના ટ્રેડમાર્ક રાઈટ્સ હોવા છતાં ટી-સિરીઝ દ્વારા ‘આશિકી’ ટાઈટલ સાથેની ફિલ્મ બનાવવા કવાયત ચાલતી હતી.
ફિલ્મના ટાઈટલ મામલે વિવાદ વધતાં મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં ટી-સિરીઝને હાલ ‘આશિકી’ નામથી ફિલ્મ નહીં બનાવવા નિર્દેશ અપાયા છે. ‘આશિકી’ ટાઈટલ સાથેની ફિલ્મો ૧૯૯૦ અને ૨૦૧૩ના વર્ષમાં હિટ રહી હતી. કોર્ટે નોંધ્યુ હતું કે, ‘આશિકી’ ટાઈટલનો ઉપયોગ ટી-સિરીઝ દ્વારા થાય તો તેનાથી લોકોને કન્ફ્યુઝન થઈ શકે છે અને ‘આશિકી’ બ્રાન્ડ ઢીલી બની શકે છે.
વિશેષ ફિલ્મ્સે ૨૦૧૩માં ‘આશિકી’ અને ૨૦૧૪માં ‘આશિકી કે લિયે’ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યા હતા. વિશેષ ફિલ્મ્સ અને ટી-સિરીઝની ભાગીદારીથી અગાઉ ‘આશિકી’ ફિલ્મો બની હતી. તેથી કોઈ પણ પ્રોડક્શન હાઉસે અન્ય કંપની સંમતિ વગર ફિલ્મ બનાવવી જોઈએ નહીં તેવા અવલોકન સાથે કોર્ટે ટી-સિરીઝને આ ટાઈટલથી ફિલ્મ નહીં બનાવવા નિર્દેશ આપ્યા હતા.SS1MS