Western Times News

Gujarati News

આયુષમાનની દિવાળી પાર્ટીમાં તાપસી પન્નુ પહોંચી

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની થોડા સમય પહેલા ફોટોગ્રાફર્સ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. તે સમયે તાપસી પોતાની ફિલ્મને પ્રમોટ કરવા એક ઈવેન્ટમાં પહોંચી હતી. તેને ઈવેન્ટ માટે મોડુ થઈ રહ્યુ હતું તેવામાં ફોટોગ્રાફર્સે તેને રોકી હતી અને તે સમયે તાપસી દુર્વય્વહાર બદલ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ હતી.

ફોટગ્રાફર્સે આ વાત યાદ રાખી લીધી હતી. અને રવિવારના રોજ જ્યારે તે આયુષમાન ખુર્રાનાની પાર્ટીમાં પહોંચી ત્યારે આ વાત યાદ અપાવી હતી. તાપસીએ પણ ફોટોગ્રાફર્સને વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં દિવાળીની ઉજવણી શરુ થઈ ગઈ છે. આયુષમાન ખુર્રાનાએ પણ દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં તાપસી પન્નુ લાલ રંગની સાડી પહેરીને પહોંચી હતી.

ટ્રેડિશનલ આઉટફિટ્‌સમાં તાપસી અત્યંત સુંદર લાગી રહી હતી. આટલુ જ નહીં, તે હોસ્ટ આયુષમાન માટે ગિફ્ટ પણ લઈને આવી હતી. તેના હાથમાં એક ગિફ્ટ રેપ કરેલું બોક્સ જાેવા મળ્યુ હતું. ફોટોગ્રાફર્સે તાપસીને રોકી હતી અને ફોટો ક્લિક કરાવવા માટે રોકાવાની વિનંતી કરી હતી. તાપસી ઉભી રહી અને પોઝ આપી રહી હતી ત્યારે એક ફોટોગ્રાફરે અભિનેત્રીને કહ્યું કે- આજે ગુસ્સે ના થતા.

આ સાંભળીને તાપસી પન્નુએ પણ હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો. તાપસીએ કહ્યું કે, તમે એવા કામ નહીં કરો તો હું ગુસ્સે પણ નહીં થઉ. આ સાંભળીને ફોટોગ્રાફર્સ પણ હસી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે તાપસી પન્નુ જ્યારે પોતાની ફિલ્મ દોબારાનું પ્રમોશન કરી રહી હતી ત્યારે મીઠીબાઈ કોલેજની બહાર ફોટોગ્રાફર્સ સાથે તેની બોલાચાલી થઈ ગઈ હતી.

તાપસી અંદર જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફરે કહ્યુ હતું કે, મેમ તમે મોડા આવ્યા અને અમે તમારી રાહ જાેઈ રહ્યા છીએ. અમે કલાકોથી અહીં ઉભા છીએ. આ સાંભળીને તાપસી રોષે ભરાઈ હતી. તાપસીએ તેમને કહ્યું કે, મને કેમ ધમકાવી રહ્યા છો, આમાં મારો શું વાંક છે.

મને જે સમય આપવામાં આવ્યો ત્યારે હું પહોંચી ગઈ છું. વાત એટલી આગળ વધી હતી કે આખરે તેણે હાથ જાેડીને કહ્યુ હતું કે, તમે જ હંમેશા સાચા હોવ છો, એક્ટર હંમેશા ખોટા હોય છે.

ઉલ્લેખનીય છે કે આયુષમાન ખુર્રાના અને તાહિરા કશ્યપની દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જાેહર, કૃતિ સેનન, અનન્યા પાંડે, રિચા ચઢ્ઢા, અલી ફઝલ રકુલ પ્રિત સિંહ, અપારશક્તિ ખુર્રાના, સાન્યા મલ્હોત્રા, મનિષ મલ્હોત્રા, રાજકુમાર રાવ, પત્રલેખા, હુમા કુરૈશી, કૃતિ સેનન, વરુણ ધવન, નતાશા દલાલ, અર્પિતા ખાન, જેનેલિયા ડિસૂઝા, રિતેશ દેશમુખ, નેહા ધુપિયા, અંગદ બેદી, સોનાલી બેન્દ્રે, ગોલ્ડી બહેલ, શાહીર શેખ, રુચિકા કપૂર, દિનેશ વિજન, ગુનીત મોંગા વગેરે સ્ટાર્સ હાજર રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.