તાપસી પન્નુએ એક પછી એક ૧૧ ફિલ્મો કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું
મુંબઈ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટ્રેસ હોય, જે પેન્ડેમિક પછી સૌથી વધુ ૧૪ ફિલ્મ રિલીઝના અક્ષય કુમારના રેકોર્ડને મેચ કરી શકે, તે છે તાપસી પન્નુ. એ બોલિવૂડની એક માત્ર એવી એક્ટ્રેસ છે જેની ઓગસ્ટમાં જ આ વર્ષની ૧૧મી ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે.
તાપસીએ હમણા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘તેણે આવું કશું વિચાર્યું નહોતું.’ ૨૦૨૧થી ‘ફિર આયી હસીન દિલરૂબા’ તેની ૧૦મી રિલીઝ છે. જ્યારે ૨૦૨૦માં કોરોનાના કારણે લોકડાઉન આવ્યું એ પહેલાં અનુભવ સિંહાની ‘થપ્પડ’ તેની છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછી તેની ફિલ્મોની લાઈન લાગી છે.
‘હસીન દિલરૂબા’થી લઈને વિજય સેતુપતિની ‘એનાબેલ સેતુપતિ’, ‘રશ્મિ રોકેટ’, ‘લૂપ લપેટા’, તેલુગુ કોમેડી ‘મિશન ઇમ્પોસિબલ’, મૈથિલી રાજની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’, અનુરાગ કશ્યપની ‘દોબારા’, તેના પોતાના પ્રોડક્શનની ‘બ્લર’ અને શાહરૂખ ખાન સાથે ‘ડંકી’ ફિલ્મ આવી ચૂકી છે.
આ અંગે તાપસીએ કહ્યું,“મને ખબર નથી કે આ ફિલ્મો મેં ધારી હતી એવી રીતે રજૂ થઈ શકી કે નહીં. મેં મારા સફળ વર્ષને ઓવર પ્લાનિંગ કરવાની ભૂલ કરી છે, જ્યાં મેં વિચાર્યું હતું કે દર વર્ષે હું બે ફિલ્મ કરીશ. ૨૦૨૦માં ‘થપ્પડ’ આવી અને પછી ‘હસીન દિલરૂબા’ રિલીઝ થવાની હતી, પરંતુ પછી લોકડાઉન આવી ગયું, તેથી દોઢ વર્ષ સુધી કશું જ રિલીઝ થયું નહીં.”
આગળ તાપસીએ કહ્યું, “જ્યારે ‘હસીન દિલરૂબા’ ૨૦૨૧માં રિલીઝ થઈ તો મેં એક વર્ષમાં બે ફિલ્મ પ્લાન કરી હતી. પરંતુ એવું થયું કે ૨૦૨૦માં માત્ર એક જ ફિલ્મ આવી, પરંતુ પછી બધું એક સાથે ભેગું થઈ ગયું અને જાણે ધમાકાની જેમ એક સાથે આવવા માંડ્યું. મેં આ રીતે બધું એક સાથે આવશે એવું નહોતું વિચાર્યું. એવું લાગતું હતું જાણે હું આડેધડ ફિલ્મો સાઇન કરી હતી, જ્યારે એવું નહોતું.”
આગળ તાપસીએ કહ્યું, “પછી જ્યારે રાજકુમાર હિરાનીની ‘ડંકી’ રિલીઝ થઈ તો મને લાગ્યું કે હવે મારો બધો બૅકલોગ પૂરો થઈ ગયો અને હવે વર્ષમાં બે જ ફિલ્મો હશે. પણ ફરી બધું ભેગું થઈ ગયું. ૯ ઓગસ્ટથી તેની ‘ફિર આયી હસીન દિલરૂબા’ ૯ ઓગસ્ટથી સ્ટ્રીમ થશે.
જ્યારે ૧૫ ઓગસ્ટે ‘ખેલ ખેલ મેં’ થિએટરમાં રિલીઝ થશે. હું કરું છું તો બે જ ફિલ્મ પણ હવે એ પણ એક સાથે આવી રહી છે, મારે એ નહોતું જોઈતું. કમસે કમ એ બંને એકબીજાનું ઓડિયન્સ ખાઈ જશે નહીં. બંને ફિલ્મનો પ્રકાર અલગ છે અને મારું પાત્ર પણ ઘણું અલગ છે. તેથી જ કહેવાય છે, તમે પ્લાન કરવા બેઠાં હોય ત્યારે લાઈફ તો વીતી જતી હોય છે.”SS1MS