Western Times News

Gujarati News

તાપસી પન્નુએ દીપિકા અને આલિયાના વખાણ કર્યા

મુંબઈ, અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા એક દાયકામાં ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક તરીકે ઉભરી છે. તેની ફિલ્મો ફેન્સને ખૂબ જ ગમે છે અને ફેન્સ એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે તાપસી પન્નુની આગામી ફિલ્મ કઈ હશે. અભિનેત્રી ખૂબ જ આત્મવિશ્વાસુ છે અને ખૂબ જ સારી ભૂમિકાઓ પણ પસંદ કરે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેના વ્યવસાયિક અને વ્યક્તિગત ફ્રન્ટ વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે તેની સમકાલીન બોલીવુડ અભિનેત્રી વિશે વાત કરી. તેણે દીપિકા અને આલિયાના વખાણ પણ કર્યા હતા.

અભિનેત્રીને વાસ્તવમાં પૂછવામાં આવ્યું હતું કે, તે અન્ય અભિનેત્રીઓની જેમ પાર્ટીઓ અને જાહેર સ્થળોએ આટલી ઓછી હાજરી કેમ આપે છે.

આના જવાબમાં તાપસીએ કહ્યું કે, તે એવું નથી વિચારતી કે માત્ર પાર્ટીઓમાં જવું અને લિંક્સ બનાવવાનું કામ કરે છે. તેના કહેવા પ્રમાણે તે પોતાની જાતને સામાજિક બનાવીને નહીં પરંતુ સખત મહેનત કરીને આગળ વધવા માગે છે. આ ક્રમમાં અભિનેત્રીએ અન્ય બોલિવૂડ અભિનેત્રીઓના ઉદાહરણ આપ્યા અને તેમના વખાણ કર્યા હતા.

વાત કરતી વખતે અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓના ઉદાહરણ પણ આપ્યા હતા. તેણે કહ્યું કે, તમારે પ્રિયંકા ચોપરાની ઉપલÂબ્ધઓ જોવી જોઈએ. અનુષ્કા શર્માની કરિયરનું સિલેક્શન પણ જુઓ. આ સિવાય દીપિકા પાદુકોણને જુઓ.

શું તેની કારકિર્દીમાં કોઈ વિવાદ નહોતો? પરંતુ તેણે જે રીતે આ બધું સંભાળ્યું તે આશ્ચર્યજનક છે. એ જ રીતે આલિયા ભટ્ટને પણ જુઓ. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેને ભેટમાં મળી. પરંતુ આ પછી પણ અભિનેત્રીએ તેની બધી તકોનો લાભ લીધો અને તેમાંથી મોટાભાગની સફળતા પ્રાપ્ત કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુ છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ શાહરૂખ ખાનના મિત્રની ભૂમિકા ભજવી હતી. આ સિવાય હાલમાં તેની પાસે ત્રણ ફિલ્મો છે. તે ‘વો લડકી હૈ ક્યાં’?, ત્યારબાદ હસીના દિલરૂબા અને ખેલ ખેલ મેં જેવી ફિલ્મોમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.