એશિયન પેરા ગેમ્સમાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જીત્યો બ્રોન્ઝ મેડલ
નવી દિલ્હી, એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં ક્લાસ ૪ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન પેરા ગેમ્સના ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે ઈતિહાસ રચ્યો હતો.
તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે ૭૩.૨૯ મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે ૬૨.૦૬ મીટરના જાેરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પ્રાચી યાદવ મંગળવારે અહીં એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનોઇંગ (સેઇલ સેલિંગ)માં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.
તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો. ભારતે મંગળવારે સ્પર્ધાના બીજા દિવસે ચાર ગોલ્ડ સહિત ૧૮ મેડલ જીત્યા હતા. આ સાથે દેશના કુલ મેડલની સંખ્યા ૩૫ થઈ ગઈ છે. ભારત ટેબલમાં ૧૦ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ સાથે ચીન (૧૫૫), ઈરાન (૪૪) અને ઉઝબેકિસ્તાન (૩૮) પાછળ છે. સોમવારે કેનોઇંગ VL2 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી પ્રાચીએ KL2 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને આ ગેમ્સનો બીજાે મેડલ જીત્યો હતો.
દીપ્તિ જીવનજી (મહિલા T20 400m), શરથ શંકરપ્પા મકનહલ્લી (પુરુષોની T13 5000 મીટર) અને નીરજ યાદવ (પુરુષોની F54/55/56 ડિસ્કસ થ્રો) મંગળવારે અન્ય ગોલ્ડ મેડલ વિજેતા હતા.૨૮ વર્ષની પ્રાચીએ દ્ભન્૨ ઈવેન્ટમાં ૫૦૦ મીટરનું અંતર કાપવામાં ૫૪.૯૬૨ સેકન્ડનો સમય લીધો હતો. તે ગ્વાલિયરની રહેવાસી છે. આ પછી દીપ્તિએ મહિલા ટી૨૦ કેટેગરીમાં ૪૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એથ્લેટ્સ માટેની આ સ્પર્ધામાં દીપ્તિએ ૫૬.૬૯ સેકન્ડના સમય સાથે ગેમ્સ અને એશિયન રેકોર્ડ બનાવ્યો. મકનહલ્લી ૨૦ઃ૧૮.૯૦ ના સમય સાથે દૃષ્ટિહીન દોડવીરો દ્વારા ૫૦૦૦ મીટરની સ્પર્ધા જીતી હતી. આ ઈવેન્ટમાં માત્ર બે જ ખેલાડીઓએ ભાગ લીધો હોવાથી માત્ર એક ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. ભારતીયોએ પુરુષોની હ્લ૫૪/૫૫/૫૬ ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ત્રણેય મેડલ જીત્યા. જેમાં નીરજ યાદવે ૩૮.૫૬ મીટરના એશિયન રેકોર્ડ અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યોગેશ કથુનિયા (૪૨.૧૩ મીટર) અને મુથુરાજા (૩૫.૦૬ મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.SS1MS