બોયફ્રેન્ડની ક્વોલિટી અજય દેવગણે કહી દેતાં નારાજ થઈ તબુ

મુંબઈ, અજય દેવગણ અને તબુ બોલિવુડમાં ૯૦ના દશકાની આઈકોનિક જાેડીમાંથી એક છે. બંને સાથે મળીને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે અને તેથી વિશેષ તેઓ ક્લોઝ ફ્રેન્ડ્સ છે.
અજય અને તબુએ ‘વિજયપથ’, ‘હકીકત’, ‘તક્ષક’, ‘દ્રશ્યમ’, ‘ગોલમાલ અગેઈન’ તેમજ ‘દે દે પ્યાર દે’ જેવી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે અને ખૂબ જલ્દી સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ ૨’માં જાેવા મળવાના છે. આ ફિલ્મ ૧૬ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. તેઓ તેના પ્રમોશનમાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે અને આ જ સંદર્ભમાં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦ના મહેમાન બનવાના છે.
ચેનલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં બંને એક્ટર્સના હાથમાં બ્લેક બોર્ડ અને ચોક છે. હોસ્ટ મનીષ પૌલ પૂછે છે ‘તબુ મેમને તેમના બોયફ્રેન્ડમાં સૌથી વધારે કઈ ક્વોલિટી જાેઈએ છીએ?’, અજય દેવગણ પોતાના બોર્ડમાં કંઈક લખે છે અને કહે છે ‘મેં જે લખ્યું છે તેનો આ ઈનકાર કરશે પરંતુ આ જ સાચું છે’, તેના પર તબુ કહે છે ‘મને ડર લાગે છે તું મને એક્સપોઝ ન કર’, ત્યારબાદ મનીષ બોર્ડ બતાવે છે જેમાં લખ્યું હોય છે ‘ટકલું છોકરો’.
તબુ આ જાેઈને સહેજ નારાજ થાય છે અને અજયને ચોક મારે છે. ત્યારબાદ મનીષ પૂછે છે ‘કોલેજમાં અજય સરની ક્રશ કોણ હતી?’ તેના જવાબમાં તબુ કહે છે ‘આ ક્યારેય કોલેજ ગયો જ નથી’. આ જાણી માધુરી દીક્ષિત પણ ખડખડાટ હસી પડી. તબુ ૫૨ વર્ષની થઈ ગઈ છે અને સિંગલ છે.
આ માટે તેણે આપેલા ઈન્ટરવ્યૂમાં અજય દેવગણને જવાબદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘તે મારા કઝીન સમીર આર્યાનો પાડોશી અને પાક્કો મિત્ર હતો. વર્ષ જતાં અમારી પણ મિત્રતા થઈ અને સંબંધો મજબૂત બન્યા.
જ્યારે હું યુવાન હતી જ્યારે મારો કઝીન સમીર અને અજય મારી જાસૂસી કરતાં હતા, મારી આસપાસ ફરતા હતા અને મારી સાથે વાત કરતાં જાે કોઈ છોકરો પકડાયો તો તેને મારતા હતા. આજે જાે હું સિંગલ છું તો તે અજયના કારણે. આશા રાખું છું કે, તેણે જે કર્યું તે માટે તેને પસ્તાવો હશે’.SS1MS