TAEKWONDO ચેમ્પિયનશિપનું HONOUR MARTIAL ARTS ACADAMY, DAMAN દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા,ગઈ તારીખ 14, 15 એપ્રિલ નાં રોજ 2nd ઓપન નેશનલ TAEKWONDO ચેમ્પિયનશિપ નું દમણ ખાતે HONOUR MARTIAL ARTS ACADAMY, DAMAN દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટીશન માં ગુજરાત નાં અલગ અલગ જગ્યા એ થી ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં પોર ગામ, જિલ્લો વડોદરા નાં C C PATEL GLOBEL SCHOOL માં અભ્યાસ કરતા પ્રાર્થના પટેલ અને યુગ પટેલ એ પણ ભાગ લીધો હતો. પ્રાર્થના પટેલ અને યુગ પટેલ કોચ નીરજ પટેલ જોડે C C PATEL GLOBEL SCHOOL મા TAEKWONDO ની તાલીમ લે છે.
2nd ઓપન નેશનલ TAEKWONDO ચેમ્પિયનશિપ મા આ બંને વિદ્યાર્થીઓ એ ભાગ લઈને KYOROGI ( FIGHT) માં UNDER 55KG WEIGHT મા પ્રાર્થના પટેલે ગોલ્ડ મેડલ અને UNDER 32 KG WEIGHT માં યુગ પટેલે BRONZE મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રાર્થના પટેલ અને યુગ પટેલ બંને ભાઈ બહેન છે.
તસ્વીર : મનોજ મારવાડી, ગોધરા