Western Times News

Gujarati News

૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડને ટૂંક જ સમયમાં ભારત લાવવામાં આવશે

યુએસ કોર્ટમાં ભારતની મોટી જીત ઃ તહવ્વુર રાણાને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી શરૂ

(એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. તેને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી ચાલી રહી છે. તે ૨૬/૧૧ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

ઓગસ્ટ ૨૦૨૪માં અમેરિકન કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે રાણાને ટૂંક સમયમાં ભારત લાવવાની તૈયારી તેજ થઈ ગઈ છે.

અમેરિકી કોર્ટે મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાની ભારતને પ્રત્યાર્પણ ન કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે ૨૬/૧૧ હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનંધ નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. Tahawwur Rana, 26/11 Mumbai attack accused is set to be EXTRADITED to India after a US court upheld his Extradition

ચાર્જશીટ મુજબ, તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઈમાં ઠેકાણાઓની શોધખોળ હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિમાં નોન બિસ આઇડમ છે. આ ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે આરોપીને પહેલેથી જ તે ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યો હોય અથવા નિર્દોષ છોડવામાં આવ્યો હોય.

તહવ્વુર રાણાએ શિકાગોની ફેડરલ કોર્ટમાં ડેનિશ કેસમાં તેની સંડોવણી, લશ્કરને ટેકો પૂરો પાડવા અને 26/11ના મુંબઈ હુમલા માટે કાવતરું રચવા સંબંધિત ત્રણ મુખ્ય આરોપોનો સામનો કરવો પડ્યો. મુંબઈ હુમલાના આરોપમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય બે કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 14 વર્ષની સજા થઈ હતી. અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મુંબઈ હુમલાના આરોપમાં તેમનો નિર્દોષ છૂટકારો તેમના પ્રત્યાર્પણને અસર કરતું નથી કારણ કે ભારતમાં તે ઘણા જુદા જુદા આરોપોનો સામનો કરે છે.

ભારતમાં રાણા વિરુદ્ધના આરોપો  કોર્ટમાં ચાર્જ કરાયેલા આરોપો કરતા અલગ છે, ૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ મળીને પાકિસ્તાની આતંકવાદીઓ માટે મુંબઈ હુમલાના ઠેકાણાઓને શોધી કાઢવા અને હુમલાને અંજામ આપવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. રાણા હાલ લોસ એન્જલસ જેલમાં છે. અમેરિકામાં રાણાને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ ભારતની પ્રત્યાર્પણ અરજીને કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી.

Ujjwal Nikam, Special Public Prosecutor in the 26/11 Mumbai attacks case says, “I believe this is a diplomatic success for the Government of India. Tahawwur Rana made multiple attempts to evade legal proceedings, but those attempts have failed. He had filed a habeas corpus petition in the U.S. Supreme Court, arguing that he should not be extradited to India, citing the double jeopardy principle…”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.