Western Times News

Gujarati News

‘શર્માજી કી બેટી’ને ખરીદનાર નહીં મળતા તાહિરા રડી પડી

મુંબઈ, તાહિરા કશ્યપે ‘શર્માજી કી બેટી’ ફિલ્મ સાથે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. પરંતુ તે આ ફિલ્મ થિયેટરમાં રિલિઝ કરી શકી નહીં કારણ કે, આ ફિલ્મને લેવા કોઈ તૈયાર નહોતું. અંતે તેણે ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ કરવી પડી. આ અંગે તાહિરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની દુઃખભરી દાસ્તાન જણાવી હતી.

આ ફિલ્મમાં સૈયામી ખેર, દિવ્યા દત્તા અને સાક્ષી તંવર મધ્યમવર્ગીય મહિલાઓના જીવનમાં આવતા પડકારોની વાત કરવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ બનાવવામાં અને રિલીઝ કરવામાં તાહિરાને પણ એટલાં જ પડકારોનો સામનો કરવો પડ્યો હતો, રિલીઝમાં અનેક વિÎનો આવ્યા હતા.

તાહિરાએ સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરીને આ ફિલ્મની સફર ૨૦૧૭માં શરૂ કરી હતી. સૌ પહેલાં તો તેની અંગત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, ત્યાર પછી કોરોના અને લોકડાઉનમાં સૌથી મોટા વિÎનો સામે આવ્યા. તેના કારણે ફિલ્મનું કામ સતત બાજુએ જતું રહ્યું.

એપ્લાઉઝ પ્રોડક્શન્સ ફિલ્મ સાથે જોડાયું અને ફરી કામની ગાડી પાટે ચડી. આ સફરને તાહિરાએ ‘ભટકાવનારી અને અતિશય આશાવાદી’ ગણાવી હતી. તાહિરાએ જણાવ્યું,“હું નિઃરાશ થઈ જતી અને મારી કસોટી કરતા હોય એવા દિવસો હતા. હું રડી પડતી હતી.

પણ પછી બીજા દિવસે તમે બીજું તો શું કરો? તમે આંસુ લૂછીને બેઠા થાઓ અને આગળનું કામ શરૂ કરો. માણસ તરીકે આપણે એટલું જ કરી શકીએ છીએ. ટકી રહેવાનું અને બસ આગળ વધતાં રહેવાનું.” તાહિરાએ એમ પણ કહ્યું કે આ દિવસોમાંથી બહાર આવવામાં મંત્રો અને પ્રાણાયામે તેને ઘણી મદદ કરી હતી. તેણે આ ઉપરાંત પણ બીજી ફિલ્મોની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.