દરજીની સેવાઓની હોમ ડીલીવરી: મોપેડમાં ફેરફાર કરીને સિલાઈ મશીન ફિટ કર્યુ

તેલંગાણા, તેલંગાણા સ્થિત એસ.કે કલીશા ફૂડ અને ગ્રોસરી એપ્સ જેવી દરજીની સેવાઓની હોમ ડીલીવરી પુરી પાડે છે. તેણે પોતાની બાઈકમાં ફેરફાર કરીને તેનાં પર સિલાઈ મશીન ફીટ કર્યુું છે. આના પર તે આમ તેમ ફરીને લોકોના કપડા સીવે છે. આ ખાસ પહેલ ઘણાં લોકો માટે પ્રેરણારૂપ પણ બની રહી છે.
કૃષ્ણા જીલ્લાનાં વણુકુરુ ગામના રહેવાસી પ૮ વર્ષીય આ વ્યકિત દરરોજ સવારે ૮ વાગે ઘરેથી નીકળે છે. અને રાત્રે લગભગ ૯ વાગે પરત ફરે છે. તે રોજ ૪-પ ગ્રાહકોના કપડાં રીપેર કરં છે. લોકો તેમને બોલાવે છે. અને તેમની સામે તેમની પસંદગી અનુસાર કપડાં તૈયાર કરાવે છે. કાલીશાએ જણાવ્યું કે, તેણે લગભગ ૪૦ વર્ષ પહેલી સીવણ શરૂ કર્યું હતું.
ર૦ વર્ષ પહેલાં તેને દુકાન ભાડે આપવામાં મુશ્કેલી પડતી હતી તેથી તેણે મોબાઈલ સિલાઈ સેવા શરૂ કરી હતી. તે અને તેની પત્ની વાનુરુરમાં સરકારી આવાસમાં રહે છે. કાલીશા રોજના આશરે રૂ.પ૦૦ કમાય છે.
અને દરેક ફેરફાર માટે રૂ.૧૧૦ રૂ.ર૦૦ સુધીના ચાર્જ લે છે. જયારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તમારી પ્રસંશા કરી હતી. એ તમને ખબર છે. તો તેઓ હસી પડયાં અને બોલ્યાં, મને એક સુક્ષીશીત મીત્રનો ફોન આવ્યો જેણે આ સમાચાર મને આપ્યાં હતાં.