તૈમૂર અલી ખાન લંડનમાં બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર ૨૦ ડિસેમ્બરે છ વર્ષનો થઈ ગયો છે. મુંબઈમાં સ્કૂલના મિત્રો તેમજ પરિવારના કેટલાક સભ્યો સાથે માર્વેલ થીમ પર પ્રી-બર્થ સેલિબ્રેટ કર્યા બાદ આખો પરિવાર તેમના ફેવરિટ ડેસ્ટિનેશન લંડનમાં પહોંચ્યો છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બેબોએ સોમવારે તેના વેકેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં ‘બર્થ ડે બોય’ તૈમૂર બ્રેકફાસ્ટ લેતો અને ક્રાૅંસૉ ખાતો જાેવા મળ્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘પરિવાર માટેનો ક્રાૅંસૉ માટેનો પ્રેમ જળવાઈ રહ્યો છે…તેને યથાવત્ રાખજાે.
એક દિવસ રહ્યો છે. મારા ટિમ ટિમનો બર્થ ડે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તેની સેલ્ફી હતી.
આ સાથે લખ્યું હતું ‘હું ફિલ્ટર વ્યક્તિ નથી પરંતુ ટ્રાય કરવામાં શું જાય છે?’. બીજી તસવીર સૈફની હતી, જે ડાઈનિંગ ટેબલ પાસે ઉભો રહીને તેની વૉચ સરખી કરી રહ્યો હતો અને ગોગલ્સની દાંડી મોંમા લગાવેલી હતી. તેના વખાણ કરતાં બેબોએ લખ્યું હતું ‘ઓક, મારો પતિ ખૂબ જ હોટ છે.
તૈમૂરને બર્થ ડે વિશ કરતાં ફોઈ સોહા અલી ખાને તેની અને દીકરી ઈનાયાની અત્યારસુધીની કેટલીક યાદગાર ક્ષણોની ઝલક દેખાડતો વીડિયો શેર કર્યો છે. જેમાં તૈમૂર અને ઈન્ની ફૂટબોલ અને ચેસ રમતાં તેમજ એકબીજાને ભેટીને પ્રેમ વરસાવતાં દેખાયા.
આ સાથે તેણે લખ્યું છે ‘આપણી વચ્ચે થોડા જ મહિનાનો અંતર છે અને એકસમય એવો હતો જ્યારે બોલ તારા કબજામાં હતો અને એક સમય એવો હતો જ્યારે મારો હાથ ઉપર હતો! જીવન નામના આ એડવેન્ચરમાં હંમેશા આપણે એકબીજાનો હાથ પકડીને ચાલીશું અને એકબીજા પાસેથી શીખતાં રહીશું તેવી આશા રાખું છું. હેપ્પી બર્થ ડે ટિમ ટિમ ભાઈ. ઈન્ની તરફથી ખૂબ બધો પ્રેમ’.
સોહાએ તૈમૂરના જન્મ વખતની એક ક્યૂટ તસવીર પણ શેર કરી છે, જેમાં તે મમ્મી-પપ્પા સાથે દેખાયો. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ટિમ ટિમ. કરિશ્મા કપૂરે તૈમૂરના પ્રી-બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન લીધેલી એક તસવીર શેર કરી છે. વિશ કરતાં તેણે તેને ‘મોટો છોકરો’ કહ્યું છે.
તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મારા જાન ટિમ ટિમને’. હાલમાં જ વાતચીત કરતાં સૈફે તેમના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું ‘અમે સ્ટ્રાટફર્ડ જઈ રહ્યા છે. જ્યાં અમે નાનું ઘર ભાડે લઈશું અને કેટલાક જૂના મિત્રો હશે. ટિમ ત્યાં અમારી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશે.SS1MS