તૈમૂર અલી માલદીવ્સમાં પિઝા બનાવતો દેખાયો

મુંબઈ, કરીના કપૂર હાલ વિદેશમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કરીના સાથે તેનો નાનો દીકરો જેહ પણ ગયો છે. કરીના શૂટિંગમાં બિઝી છે ત્યારે તેનો પતિ અને એક્ટર સૈફ અલી ખાન મોટા દીકરા તૈમૂરનું ધ્યાન રાખી રહ્યો છે.
કરીનાની ગેરહાજરીમાં સૈફ તૈમૂરને લઈને માલદીવ્સ ફરવા ઉપડ્યો છે. પાંચ વર્ષનો તૈમૂર અને સૈફ માલદીવ્સમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે. કરીના શૂટિંગ માટે જેહને લઈને લંડન જતી રહી ત્યારે સૈફ અને તૈમૂર મુંબઈમાં એકલા હતા. એવામાં તેમણે ત્વરિત બોય્ઝ વેકેશન પ્લાન કરી દીધું.
માલદીવ્સમાં પિતા-પુત્ર આરામનો સમય માણી રહ્યા છે. તેઓ સ્વિમિંગ કરીને તેમજ રેસિડેન્ટ શેફ સાથે પિઝા બનાવીને સમય વિતાવી રહ્યા છે. માલદીવ્સથી સામે આવેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, સૈફ અને તૈમૂર કેટલી મજા કરી રહ્યા છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, બીચ વિલામાં સૈફ અને તૈમૂર ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. તૈમૂરે ગ્રીન રંગનો ઝભ્ભો અને પાયજામો પહેર્યો છે.
જ્યારે સૈફ શોર્ટ કુર્તા અને શોર્ટ્સમાં જાેવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં સુંદર કુદરતી દ્રશ્ય જાેવા મળી રહ્યું છે. સૈફ અને કરીનાનો લાડલો તૈમૂર કૂકિંગ માટે પણ પ્રેમ ધરાવે છે. અગાઉ તૈમૂરની કૂકિઝ બનાવતી, પરાઠા બનાવતી અને કિચનમાં કામ કરતી તસવીરો સામે આવી ચૂકી છે.
માલદીવ્સમાં તૈમૂર શેફ સાથે મળીને પિઝા બનાવી રહ્યો છે. તેણે એપ્રન અને શેફની હેટ પહેરી છે. જ્યારે સૈફ પણ ત્યાં ઊભો રહીને નિરીક્ષણ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સૈફે ખુલાસો કર્યો હતો કે, તૈમૂર તેની નજીક છે જ્યારે નાનો દીકરો જેહ કરીનાની નજીક છે. વર્કફ્રંટની વાત કરીએ તો સૈફ અલી ખાન પ્રભાસ-ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે.
આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થવાની છે. જ્યારે કરીના કપૂર હાલ હંસલ મહેતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે સુજાેષ ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં જાેવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે.SS1MS