પપ્પા સૈફ અલી ખાન પાસેથી તૈમુર ગિટાર વગાડતા શીખ્યો

મુંબઈ, કપૂર પરિવારના સભ્યો દરેક તહેવાર સાથે અને ધામધૂમથી ઉજવે છે. આ વખતે પણ ક્રિસમસ પર કુણાલ કપૂરના ઘરે બ્રંચનું આયોજન કરાયું હતું. જેમાં મોટાભાગના દરેક હાજર રહ્યા હતા. જાે કે, કરીના કપૂરની ગેરહાજરી જાેવા મળી હતી.
કારણ કે, હાલ તે પતિ સૈફ અલી ખાન અને બંને દીકરા- તૈમૂર અને જેહ સાથે લંડનના વેકેશન પર છે. પરિવારે અહીંયા જ તૈમૂરનો છઠ્ઠો બર્થ ડે મનાવ્યો હતો અને મિત્રો સાથે ક્રિસમસ મનાવી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બેબોએ પરિવાર સાથે આ દિવસે કેવી રીતે ક્વોલિટી ટાઈમ વીતાવ્યો હતો તેની ઝલક દેખાડતો એક વીડિયો શેર કર્યો છે.
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોની શરૂઆતમાં સૈફ વ્હાઈટ કલરના કૂર્તા-પાયજામામાં ખુરશી પર બેઠો છે અને ગિટાર વગાડી રહ્યો છે. આગળ કરીના અને સૈફ કેઝ્યુઅલ આઉટફિટમાં છે. તે પરિવાર સાથે લંડનના રસ્તા પર કરવામાં આવેલી રોશની જાેવા ગઈ હતી અને તે વખતની કેટલીક તસવીરો પણ ક્લિપમાં અટેચ કરી છે.
એક તસવીરમાં કરીના તૈમૂરને ગિફ્ટ આપી રહી છે. તો એકમાં બંને ભાઈઓ ખુરશી પર બેસીને કંઈક ખાઈ રહ્યા છે. જ્યારે અન્યમાં બેબોની ફ્રેન્ડે જેહને ઉંચક્યો છે, જે નાઈટસૂટમાં ક્યૂટ લાગી રહ્યો છે.
ક્લિપના અંતમાં જેહ પાલતું શ્વાન સાથે મસ્તી કરી રહ્યો છે જ્યારે સૈફ કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેમ લાગે છે. આ સાથે તેણે લખ્યું છે ‘ક્રિસમસ ૨૦૨૨. મ્હ્લહ્લ અમૃતા અરોરા અને પૂનમ દામણિયાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. તો નણંદ સબાએ લખ્યું છે ‘માશાઅલ્લાહ, મેરી ક્રિસમસ અને ખૂબ બધો પ્રેમ.
અગાઉ, કરીના કપૂરે સૈફ અલી ખાનનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બધાને પોતાની ગિટાર વગાડવાની સ્કિલ દેખાડતો જાેવા મળ્યો હતો. જ્યારે બાકીના લોકો ધ્યાનથી તેને સાંભળી રહ્યા હતા. જાે કે, નાના દીકરા જેહે બધી લાઈમલાઈટ લૂંટી હતી. જે અચાનકથી ‘બાબા…બાબા’ કરતો દોડી આવ્યો હતો અને તે સમયે પાલતું શ્વાન તેને પંપાળવા લાગતા તે હસી પડ્યો હતો.
આ વીડિયો ફેન્સને ખૂબ ગમ્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરે ગત મહિને જ હંસલ મહેતા અને એકતા કપૂરની અનટાઈલ્ડ ફિલ્મનું લંડનનું શૂટિંંગ શિ઼ડ્યૂલ આટોપ્યું હતું.
તે સુજાેય ઘોષની ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’નો ભાગ છે, જેમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે. છેલ્લે તે આમિર ખાન અને નાગા ચૈતન્ય સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી.SS1MS