માલદીવ્સમાં આર્ટિસ્ટની જેમ તૈમૂરે વગાડ્યું ગિટાર
મુંબઈ, કરીના કપૂર હાલ લંડનમાં હંસલ મહેતા અને એકતા કપૂરની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જે તેની પ્રોડ્યૂસર તરીકેની પણ પહેલી ફિલ્મ છે. જેહ હજી નાનો છે અને તે મમ્મી વગર ન રહેતો હોવાથી સાથે લઈ ગઈ છે.
બીજી તરફ, સૈફ અલી ખાન અને તૈમૂર સમયનો ફાયદો ઉઠાવતાં વેકેશન મનાવવા માટે માલદીવ્સ પહોંચી ગયા હતા. આશરે પાંચ દિવસ ત્યાં ક્વોલિટી ટાઈમ પસાર કર્યા બાદ બંને મુંબઈ પાછા આવી ગયા છે. સોમવારે મોડી રાતે તેઓ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા.
આ દરમિયાન સૈફ વ્હાઈટ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું તો તૈમૂર તેનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. તે ફૂલ સ્લીવના શર્ટ અને ડેનિમમાં દેખાયો, તેણે ખભે ગિટાર લગાવ્યું હતું. સૈફ અલી ખાન સોશિયલ મીડિયા પર નથી.
પરંતુ, કરીના કપૂરના ફેન પેજ પરથી માલદીવ્સની તસવીરો સામે આવી છે. પહેલી તસવીર તૈમૂર સાથેની છે, જેમાં તે પોઝ આપતાં મોં બગાડી રહ્યો છે તો સૈફ તેની સામે જાેઈને સ્માઈલ કરી રહ્યો છે. તૈમૂરે બ્લૂ શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝર પહેર્યું છે તો બીજી તરફ એક્ટર રેડ શોર્ટ્સ અને વ્હાઈટ શર્ટમાં છે. બીજી તસવીરમાં તૈમૂર જાણે પ્રોફેશનલ આર્ટિસ્ટ હોય તેમ ગિટાર વગાડવામાં મગ્ન છે.
ત્રીજી તસવીર સૈફની છે, જેમાં તેણે રિસોર્ટ બહાર પોઝ આપ્યો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે હાલમાં જ ૧૦મી વેડિંગ એનિવર્સરી ઉજવી હતી. ખાસ આ દિવસ અને દિવાળીની ઉજવણી માટે એક્ટ્રેસે શૂટિંગ માટે શોર્ટ બ્રેક લીધો હતો.
કપલે પહેલા બંને પરિવારના સભ્યો સાથે પાર્ટી કરી હતી અને બીજા દિવસે બંને દીકરા સાથે તહેવાર ઉજ્વ્યો હતો. તેની તસવીરો બેબોએ શેર કરી હતી. જેમાં સૈફ, તૈમૂર અને જેહે મેચિંગ કપડાં પહેર્યા હતા. તૈમૂર તેના અબ્બા સૈફ સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે અને તેને પોતાના બેસ્ટફ્રેન્ડ માને છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં જેહ અને તૈમૂરના બોન્ડ વિશે વાત કરતાં ‘વિક્રમ વેધા’ના એક્ટરે કહ્યું હતું કે, ‘જેહના જન્મ બાદ તૈમૂર ઝડપથી મોટો થઈ ગયો. હવે તે નાનો નથી. તે જેહને મારવા દે છે. તે જેહનું ધ્યાન રાખે છે. તેમની વચ્ચે આમ તો ચાર વર્ષનું અંતર છે પરંતુ ઝઘડે ત્યારે અલગ પાડવાની જરૂર પડે છે. બંને વચ્ચે ઝઘડો ન થાય તે માટે કરીના જેહને વધારે સમય આપે છે અને હું ટિમને’.SS1MS