બેંક કૌભાંડ કેસ અને ડીફોલ્ટર્સ વિરૂધ્ધ ઝડપી પગલાં લોઃ નાણાંપ્રધાન
બેંકો દ્વારા છ વર્ષમાં ૧૧.૧૭ લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવી
(એજન્સી)નવીદિલ્હી, નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બેકોને બેડ લોન્સની રકમને ઘટાડવા માટે બિલકુલ ડીફોલ્ટર્સ અનેબ્ બેક કૌભાંડના કેસમાં ઝડપી અસરકારક પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ર૦ર૧-રર સુધીના વીેતેલા છે.
છ વર્ષમાં વિવિધ બેકસ કુલ રૂપિયા ૧૧.૧૭ લાખ કરોડની બેડ લોન્સની હિસાબમાંથી માંડવાળ કરી ચુકી છે. એનપીએના કિસ્સામાં પણ ચાર વર્ષ પુરા થતાં બેકની બેલેન્શીટમાંથી તે રકમ બાકાત કરવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની બેકોના વડા સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં નાણાપ્રધાને તેમને રીસ્ક મેનેજમેન્ટ અને ખાસ કરીને સાઈબર સીકયુરીટી જાેખમો પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં આંતરીક ઓડીટીના માળખાને ચુસ્તપણે વળગી રહે તે બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.
બેઠકમાં લો કોસ્ટ ડીપોઝીટ અને થાપણોને મુદે પણ ચર્ચા વિચારણા થઈ હતી. વ્યાજના ઉંચા દરોને કારણે જાહેર ક્ષેત્રની બેન્કસ નેટ ઈન્ટરનેટ માજીન પર આવી રહેલી દબાણભરી સ્થિતી વિષે પણ ચર્ચા થઈ હતી.
સીસ્ટમ પર બોજ બની ચુકેલી અસ્કમાયતોને ઘટાડવા માટે રીર્ઝવ બેક ઓફ ઈન્ડીયાએ ગયા મહીને સમાધાનથી પતાવટ તેમજ ટેકનીકલ રાઈટ ઓફ માટેની માળખાકીય જાેગવાઈનો જારી કરી હતી. આ ગાઈડલાઈન બેડ લોનને રાઈટ ઓફ કરવા માટેની પ્રક્રિયાની સમજ આપે છે.
આ સંબંધી જાેગવાઈઓનો અમલ કરવા માટે બેક તેના કસુરદાર સાથે સમાધાન કે પતાવટની પ્રક્રિયા હાથ ધરે તો પણ કૌભાંડ ક વિલકુલ ડીફોલ્ટર્સ તરીકે વર્ગીકૃતત થયેલા કસુરદારના કિસ્સામાં દંડકીય જાેગવાઈઓ તો લાગુ થતી જ હોય છે.