EMI પર iPhone14 લેવાનું મહિલાને ભારે પડ્યું
મહિલાએ હપ્તેથી આઈફોન ખરીદ્યો, ગઠિયાએ 52 હજારમાં તે લઈ લીધો
(એજન્સી) અમદાવાદ, લોન આપવાની લાલચ આપીને લોકો પાસેથી આઈફોન ખરીદી લેતા બે ગઠિયાની ગજબની ટેકનિકનો પર્દાફાશ થયો છે. વટવામાં રહેતી એક મહિલાને પ૦ હજાર રૂપિયાની લોન જાેઈતી હતી જેથી ગઠિયાએ તેમના ડોકયુમેન્ટ પર આઈફોન ૧૪ ખરીદી લીધો હતો.
મહિલાને પર હજાર રૂપિયા આપીને ગઠિયાએ આઈફોન ખરીદી લીધો હતો. હવે મહિલા બે વર્ષ સુધી આઈફોન ૧૪નું ૩૧ર૦ રૂપિયા વ્યાજ ભરશે. ગઠિયાએ ૭૦ હજારથી વધુની કિંમતનો નવોનકકોર આઈફોન પર હજારમાં ખરીદી લીધો છે.
વટવા વિસ્તારમાં આવેલા ગોકુલ પ્લેટેનિયમમાં રહેતા દીપિકાબહેન દીપકદાન ગઢવીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ભાવેશ લોધા અને તપન પ્રજાપતિ નામના યુવક વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. ૧૪ મેના રોજ દીપિકાબહેન મણિનગર ખાતે ગયા હતા ત્યાં તેમણે ઈએમઆઈ પર લોન કરી આપીશું તેવું બેનર જાેયું હતું.
દીપિકાબહેને બેનરમાં લગાવેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો જયાં દીપિકાબહેનને ફોન પર એક વ્યક્તિએ કહ્યું હતું કે તમારી પાસે બજાજ ફાઈનાન્સનું કાર્ડ છે. દીપિકાબહેને હા પાડતા ફોન પર શખ્સે તેમને વસ્ત્રાલ ખાતે આવેલી દુકાન પર મળવા બોલાવ્યા હતા.
દીપિકાબહેન તેમની દીકરીને લઈને દુકાન પર પહોચ્યા હતા. જયાં ભાવેશ નામનો યુવક મળ્યો હતો. દીપિકાબહેનને પ૦ હજાર રૂપિયા લોનની જરૂર હતી જેથી ભાવેશે કહ્યું હતું કે પર હજાર રૂપિયાની લોન થશે. જેના દર મહિનાના ૩૧ર૦ રૂપિયાના હપતા થશે. જે બે વર્ષ સુધી ચાલશે. ભાવેશ દીપિકાબહેનને મોબાઈલના સ્ટોરમાં લઈ ગયો હતો જયા ંતેણે આઈફોન ૧૪ ખરીદ્યો હતો.
દીપિકાબહેનના ડોકયુમેન્ટ પર ભાવેશે આઈફોન ખરીદીને લોન કરાવી હતી, ભાવેશ અને દીપિકાબહેન મોબાઈલ લઈને ઓફિસે પરત આવ્યા હતા જયાં તપન પ્રજાપતિ નામનો યુવક હાજર હતો તપને દીપિકાબહેન પાસેથી આઈફોન લઈને પર હજાર રોકડા આપી દીધા હતા, દીપિકાબહેને મોબાઈલ ફોન વેચી દીધો હોવાના ડોકયુમેન્ટ પર સહી કરી લીધી હતી.
દીપિકાબહેનને રૂપિયાની જરૂર હોવાથી તે રૂપિયા લઈને ઘરે આવી ગયા હતા. તેમના પર સ્મિત નામના યુવકનો ફોન આવ્યો હતો અને તેણે તેમને કહ્યું હતું કે બજાજ ફાઈનાન્સમાં લોન કરાવી આપવાનું કહીને ફોન ખરીદી લીધો અને બાદમાં રૂપિયા આપીને ચીટિંગ કર્યું છે.
દીપિકાબહેન સાથે ચીટિંગ થયું હોવાની વાત સામે આવતા અંતે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ભાવેશ અને તપન વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાવેશ અને તપને ઘણા લોકો સાથે ચીટિંગ કર્યું છે.