Western Times News

Gujarati News

સારા અવાજને આગળ લઈ જઈએ છીએ: નેહા કક્કડ

મુંબઈ, રમવાની ઉંમરે ભાઈ ટોની-બહેન સોનુ કક્કડ સાથે જાગરણમાં ભજન ગાવાનું શરૂ કરી દેનારી નેહા કક્કડના ફેન્સ આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. અમેરિકા, કેનેડાથી લઈને દુબઈ સુધી, જ્યાં પણ તે પોતાનો કોન્સર્ટ કરે છે ત્યાં શો હાઉસફુલ થઈ થાય છે અને ચિક્કાર ભીડ જામે છે.

ટેલિવિઝન સ્ક્રીન પરથી એક વર્ષ કરતાં વધુ સમયનો બ્રેક લીધા બાદ તેણે કમબેક કર્યું છે અને ફરી એકવાર વિશાલ દદલાની તેમજ હિમેશ રેશમિયા સાથે સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩ જજ કરી રહી છે. હાલમાં તેણે એનબીટી ઓનલાઈન સાથે વાતચીત કરતાં જીવન સાથે જાેડાયેલા ઘણા પાસાઓ ખોલ્યા હતા.

એક સમય એવો હતો જ્યારે નેહા કક્કડ કન્ટેસ્ટન્ટ બનીને ‘ઈન્ડિયન આઈડલ’ના સ્ટેજ પર પહોંચી હતી. જાે કે, તે ખૂબ જલ્દી બહાર થઈ ગઈ હતી. ત્યાંથી જજની ખુરશી સંભાળવાની સફરને તે કઈ રીતે જુએ છે તેના પર વાત કરતાં સિંગરે કહ્યું હતું ‘તમારે આત્મવિશ્વાસ જાળવી રાખવાની જરૂર પડે છે કે તમારી અંદર એટલું ટેલેન્ટ છે જેનાથી દુનિયા પર રાજ કરી શકો છો.

મને નાનપણથી હતું કે, મારે મોટી વ્યક્તિ બનવું છે. ઘણી મુશ્કેલીઓ આવી, પરંતુ કોઈ મને રોકી શક્યું નહીં. શોમાંથી બહાર થવા પર હું નિરાશ ન થઈ. મેં લાઈવ શો કર્યા અને પ્રયાસ યથાવત્‌ રાખ્યા. તેનાથી લોકોએ મને નોટિસ કરી અને સોન્ગ મળવાના શરૂ થયા.

રિયાલિટી શોમાં ઘણા તેવા કન્ટેસ્ટન્ટ્‌સ આવે છે, જેમની કહાણીઓ ભાવુક કરી દેનારી હોય છે. તેમની વાત તારા ર્નિણય પર કેવી રીતે અસર કરે છે તેમ પૂછતાં નેહા કક્કડે કહ્યું ‘આવા કન્ટેસ્ટન્ટ્‌સ પાસેથી ઘણું શીખવા મળે છે. કેટલાકની સિંગિંગ સ્ટાઈલ અલગ હોય છે, તેમની પાસેથી શીખવા મળે છે.

ટ્રોલ્સ કહે છે કે, જેમની કહાણી દુઃખભરી હોય તેમને આગળ લઈ જવામાં આવે છે, પરંતુ તમે તમારા આસપાસના લોકોને સાંભળશો તો તમને સમજાશે કે દરેક કોઈને કોઈ સ્થિતિમાં પસાર થઈ રહ્યું છે. આ સિંગિંગ રિયાલિટી શો છે અને અમે સારા અવાજને જ આગળ લઈ જઈશું. ભાવનાઓમાં વહીશું તો ખોટું રહેશે. અમે હંમેશા ટેલેન્ટને જ આગળ લઈ જઈએ છીએ.

ઈન્ડિયન આઈડલ’માં નેહા કક્કડ ઘણીવાર રડતી જાેવા મળે છે અને આ માટે તે ટ્રોલ પણ થાય છે. તે તેની કેવી રીતે હેન્ડલ કરે છે તેના પર કહ્યું હતું કે ‘જ્યારે તમે ફેમસ થશો ત્યારે ટ્રોલ થવાના જ. આ જીવનનો ભાગ છે. જાે કંઈક ખોટું કરી રહ્યા હો તો તમને પસ્તાવો થાય છે.

મને ખબર છે કે હું જે કરી રહી છું તે બરાબર છે. મેં લોકો સાથે હંમેશા સારું જ કર્યું છે, હું રિયલ છું. હું લોકોની લાગણીઓને અનુભવી શકું છું. તેમનું દુઃખ જાણીને મને દુઃખ થાય છે અને તે વાત પર મને ગર્વ છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.