તાલાલાની કેસર કેરીનું આગમન થઈ ગયું
અમરેલી, સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ગીર સોમનાથ જિલ્લાની તાલાલાની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. કેસર કેરી એ સૌરાષ્ટ્રની શાન પણ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને જેની નિકાસ વિદેશ સુધી કરવામાં આવે છે.
આ વર્ષે ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને તાલાલા ગીરની કેસર કેરી માર્કેટમાં આવી ગઇ છે. હાલ ૫ કિલોનો ભાવ ૨,૦૦૦ રૂપિયા બોલાય છે. તાલાલાના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કેરીની સીઝન શરૂ થઇ છે અને હજુ અનેક વિસ્તારોમાં કેસર કેરીની આવક શરૂ થઈ નથી.
પરંતુ આગોતરા પાકની કેસર કેરીની આવક શરૂ થઈ છે. હાલ જાહેર માર્કેટમાં ૨૦૦૦ રૂપિયાની પાંચ કિલો કેરીનો ભાવ બોલાય છે અને મોટી સંખ્યામાં પર્યટકો કેસર કેરીની ખરીદી પણ કરે છે. સ્થાનિક વેપારીએ વધુમાં જણાવ્યું કે, કેસર કેરીની સાથે હાફૂસ કેરીની આવક પણ શરૂ થઈ છે અને તાલાલા વિસ્તારમાં ૧૫૦૦ રૂપિયાની પાંચ કિલો હાફૂસ કેરીનો ભાવ બોલાવી રહ્યો છે અને હાફૂસ કેરી પણ માર્કેટમાં આવી છે.
ચાલુ વર્ષે સીઝનમાં આંબામાં ફ્લાવરિંગ ખૂબ મોડું આવ્યું છે અને ફ્લાવરિંગ લેટ આવવાના કારણે કેસર કેરીના ભાવમાં પણ વધારો થયો છે. સાથે જ બેવડી ઋતુનો માર પણ ખેડૂતોને સહન કરવો પડ્યો છે. બેવડી ઋતુ થવાને કારણે કેસર કેરીનું ફ્લાવરિંગ પણ ખરી પડ્યું છે અને ખાખડી પણ ખરી પડી હતી. જેથી કેસર કેરીનો ભાવ દર વર્ષ કરતાં આ વર્ષે વધુ રહેશે.SS1MS