તલાટી ACBના છટકામાં ઝડપાયો: પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગી
(એજન્સી)અમદાવાદ, ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે.
અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જાેઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જાેઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી ક્લેકટર કચેરી સામે આવેલ એક નાસ્તાગૃહમાં તલાટીએ ફરિયાદીને લાંચની રકમ લઈને બોલાવ્યો હતો. જ્યાં તલાટીએ લાંચની રકમની હેતુલક્ષી વાતચિત કરીને લાંચ લેતા જ એસીબીએ તેને ઝડપી લીધો હતો. તલાટીએ ૧૫૦૦ રુપિયા લાંચની રકમ સ્વિકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.