તાલિબાનોએ અફઘાન મહિલાઓ પર હુમલો કર્યાે
તાલિબાનના સર્વાેચ્ચ નેતાએ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો અને સામાજિક સ્તર પર કડક નૈતિકતાનો કાયદો લાગુ કર્યાે છે
અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને નવા નૈતિકતા કાયદાનો કડક અમલ કરવાની સૂચના આપી છે. સર્વાેચ્ચ નેતા હિબતુલ્લા અખુન્દઝાદાએ અફઘાન અધિકારીઓને તેનો અમલ કરવા કહ્યું છે, જે મહિલાઓના અધિકારોને નોંધપાત્ર રીતે મર્યાદિત કરે છે.તાલિબાન અધિકારીઓએ ગયા મહિને આ કાયદાની જાહેરાત કરી હતી, જેમાં ૩૫ કલમો છે.
જેમાં મહિલાઓને ઘરની બહાર નીકળતી વખતે પોતાનો ચહેરો અને શરીર ઢાંકીને રાખવા અને અવાજ ઓછો રાખવા માટે કહેવામાં આવ્યું છે. ૨૦૨૧ માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી જ, તાલિબાને બિનસત્તાવાર રીતે મહિલાઓ માટે તેમના ચહેરા અને શરીરને ઢાંકવાનો આદેશ જારી કર્યાે.હવે વૈશ્વિક માનવાધિકાર સંગઠનોએ નૈતિકતાના કાયદા બનાવવા બદલ તાલિબાન શાસનની ટીકા કરી છે.
સર્વાેચ્ચ નેતા અખુંદઝાદાએ નાગરિક અને લશ્કરી સત્તાવાળાઓને “સમાજમાં નૈતિકતાને પ્રોત્સાહન આપતા કાયદા” લાગુ કરવા સૂચના આપી છે.નવા કાયદા હેઠળ મહિલાઓને જાહેરમાં અવાજ ઉઠાવવા પર પ્રતિબંધ રહેશે અને તેમના માટે આખું શરીર અને ચહેરો ઢાંકવો ફરજિયાત રહેશે.
આ સિવાય ૩૫ કલમોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ઘરની બહાર ત્યારે જ નીકળવું જોઈએ જ્યારે તે એકદમ જરૂરી હોય.નૈતિકતાના કાયદા પુરુષોના વર્તન અને પોશાકને પણ નિયંત્રિત કરે છે, તેમને ઘૂંટણની ઉપર ચડ્ડી પહેરવા અને દાઢી કાપવા પર પ્રતિબંધ મૂકે છે.આ સિવાય કાયદામાં નમાઝ અદા કરવી ફરજિયાત કરવામાં આવી છે.
જીવંત પ્રાણીઓના ફોટોગ્રાફ રાખવા, સમલૈંગિકતા, પ્રાણીઓની લડાઈ, જાહેર સ્થળોએ સંગીત વગાડવું અને બિન-મુસ્લિમોની તર્જ પર રજાઓ ઉજવવી પણ પ્રતિબંધિત છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને મૌખિક ઠપકો આપવામાં આવી શકે છે અથવા તો દંડ અને ધરપકડ પણ થઈ શકે છે.