Western Times News

Gujarati News

કૈલાસ માનસરોવર યાત્રા ફરી ચાલુ કરવા ચીન સાથે મંત્રણા

નવી દિલ્હી, પૂર્વ લદ્દાખમાં બે સીમા પોઇન્ટ્‌સ પરથી લશ્કરી દળોની પીછેહટ પછી ભારત અને ચીનના સંબંધો ઝડપથી સામાન્ય બની રહ્યાં છે.

બંને દેશોએ હવે પાંચ વર્ષના સમયગાળા પછી સીમા મુદ્દા પર વિશેષ પ્રતિનિધિઓની ટૂંકસમયમાં બેઠક યોજવાનો નિર્ણય કર્યાે છે. આ ઉપરાંત કૈલાશ માનસરોવર તીર્થયાત્રા ફરી ચાલુ કરવા તથા બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ચાલુ કરવાની લગભગ સંમતિ સધાઈ છે.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ય્૨૦ સમિટની દરમિયાન ભારતના વિદેશ વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ અંગે સર્વસંમતિ સઘાઈ હતી.

આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સ્થિર કરવાના ઉદ્દેશ્ય માટેના નવા પગલાંની ચર્ચાવિચારણા કરાઈ હતી. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને પ્રધાનોએ માન્યું હતું કે સંબંધોને સ્થિર કરવા, મતભેદોનો ઉકેલ લાવવા અને ભાવિ પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે.

બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો ભારત-ચીન સંબંધોના ભાવિ પગલાઓ પર કેન્દ્રિત હતી.વિશેષ પ્રતિનિધિઓ અને વિદેશ સચિવ-ઉપપ્રધાન વ્યવસ્થાતંત્રની બેઠક ટૂંક સમયમાં યોજવા અંગે સંમતિ સધાઈ હતી.

કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા, સરહદ પારની નદીઓ પર ડેટાનું આદાનપ્રદાન કરવા, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્‌સ અને મીડિયા આદાનપ્રદાન ચાલુ કરવા અંગેના પગલાંની વિચારણા કરાઈ હતી

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા પર ડેપસાંગ અને ડેમચોકમાંથી બંને દેશોના સૈનિકોની પીછેહટની કવાયત પૂરી થયા પછી બંને પક્ષો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ બેઠક હતી. બેઠકમાં જયશંકરે ચીની વિદેશ પ્રધાન વાંગને જણાવ્યું કે ભારત વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એકપક્ષીય અભિગમની વિરુદ્ધ છે અને ભારત ચીન સાથેના સંબંધોને અન્ય રાષ્ટ્રોના પરિપ્રેક્ષ્યમાં જોતું નથી.

ભારત બહુધ્›વીય એશિયા સહિત બહુધ્›વીય વિશ્વ માટે પ્રતિબદ્ધ છે. વિદેશ પ્રધાન વાંગે જયશંકર સાથે સહમતિ દર્શાવી હતી કે ભારત-ચીન સંબંધો વિશ્વ રાજકારણમાં વિશેષ મહત્વ ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.