ખેડૂતો સાથે ત્રીજા રાઉન્ડમાં ૫ કલાક સુધી ચાલી મંત્રણા
ચંદીગઢ, ચંદીગઢમાં લગભગ ૫ કલાકની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની મંત્રણા સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી પરંતુ કોઈ બાબત પર સહમતિ સધાઈ નથી.
જો કે, ઘણા મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાના અને મંત્રણા સકારાત્મક રહેવાના સંકેતો મળ્યા છે. આ અંગે રવિવારે બીજી બેઠક મળશે. રવિવારની બેઠક સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર આગળ નહીં વધે. સાથે જ હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે.
ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ અને ખેડૂત સંગઠનોએ જે મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે તેને ધ્યાનમાં લઈને આગામી તારીખે વિગતવાર ચર્ચા કરવામાં આવશે, એટલે કે રવિવારે સાંજે.”
અમે ફરીથી ૬ વાગ્યે ચર્ચા ચાલુ રાખીશું.” તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હાજર હતા. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન પણ બેઠકમાં સામેલ થયા હતા.
પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પંજાબના ખેડૂતો આ મામલે ખૂબ જ પ્રભાવિત છે. તેથી, રાજ્યના વડા હોવાના કારણે, આ બેઠકમાં તેમનો પક્ષ રજૂ કરવાની મારી ફરજ છે. બેઠકમાં તમામ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચાઓ થઈ હતી.
અમે બેઠકમાં પંજાબ સરકાર સાથે સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા, ખાસ કરીને કેન્દ્ર સરકાર કે જેણે અમારા ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે, આવી સ્થિતિમાં તેમને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમે બેઠકમાં પૂછ્યું કે ખેડૂતો સરહદ પર બેઠા છે તો અમારા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવાની શું જરૂર હતી? સીએમએ કહ્યું કે, અમે પંજાબ બોર્ડર પર અમારા ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે અમારા ખેડૂતો સાથે ઓરમાયું વર્તન ન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આગામી બેઠક રવિવારે મળશે. રાજ્યના વડા તરીકે મેં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકનું આયોજન કર્યું છે અને બંને વચ્ચેની વાતચીતને આગળ લઈ જઈ રહ્યો છું. આજની (ગુરુવાર)ની વાતચીત ખૂબ જ સકારાત્મક રહી અને રવિવારની વાતચીત પણ હકારાત્મક રહેશે તેવી અપેક્ષા છે.
સીએમએ વધુમાં કહ્યું, “લખીમપુર ખેરીના ઘાયલોને વળતર, ખેડૂતો સામે નોંધાયેલા કેસ અને સ્જીઁ સહિત અન્ય તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી.
મેં પંજાબમાં નકલી બિયારણ અને જંતુનાશકોના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે દવાઓ પર વિદેશમાં ઘણા વર્ષો પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તે હજુ પણ પંજાબમાં વેચાઈ રહી છે. આશા છે કે રવિવારે અમે તમને સકારાત્મક સમાચાર આપી શકીશું.”SS1MS