Western Times News

Gujarati News

ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0 લોન્ચ કર્યું – સરળતાનો નવો અવતાર

• સરળ, વધુ ફ્લેક્સિબલ અને સાહજિક અનુભવો સાથે સંચાલિત TallyPrimeનું નવું 3.0 વર્ઝન એક સંપૂર્ણ જીએસટી સોલ્યુશન છે જે બહુવિધ GSTINSનું સંચાલન અત્યંત સરળ બનાવે છે.

• તે ઉચ્ચ જીએસટી રેટ સેટઅપ, જીએસટી રિટર્ન્સની ઝડપી એક્સેસ, વધુ સરળ સમાધાનનો અનુભવ, ઇ-વે બિલ જનરેટ કરવાની સરળ રીતો અને ઇ-ઇનવોઇસિંગનું મોનિટરિંગ ઓફર કરે છે.

અમદાવાદ, ભારતની અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સે આજે TallyPrime 3.0 ના લોન્ચની જાહેરાત કરી છે. આ નવીનતમ રિલીઝમાં સંપૂર્ણપણે સુધારેલ જીએસટી સોલ્યુશન, રિપોર્ટિંગ ક્ષમતામાં નોંધપાત્ર સુધારાઓ અને વ્યવસાયોને બાકી લેણાં ઝડપથી એકત્રિત કરવામાં મદદ કરવા માટે વધુ સારી ક્ષમતાઓ છે. Tally Solutions eyes 2X growth, launches TallyPrime 3.0 – Simplicity ka Naya Avatar

ટેલી સોલ્યુશન્સ આશા રાખે છે કે આ રિલીઝ તેની આવકને બમણી કરવા અને તેના કસ્ટમર બેઝને આગામી કેટલાક વર્ષોમાં 2.3 થી 3.5 મિલિયન ગ્રાહકો સુધી લઈ જવા માટે એક મહત્વનું પગલું હશે.

ગુજરાત એ ભારતના અગ્રણી ઔદ્યોગિક રાજ્યો પૈકીનું એક છે અને 800થી વધુ મોટા ઉદ્યોગો અને 4.5 લાખ એમએસએમઈ ધરાવે છે જેમાં મહત્વના વ્યવસાયોમાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ટુરિઝમ, ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને કૃષિ સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે.

Mr. Samir Dixit, GM-West Zone, Tally Solutions Pvt. Ltd.

એકલા અમદાવાદમાં જ લગભગ 1.8 લાખ એમએસએમઈ છે, જેનાથી બીએમએસ ઇકોસિસ્ટમ માટે ઘણી તકો રહેલી છે. એમએસએમઈના વિકાસ અને આગળ લઈ જવા માટે ડિજિટાઇઝેશન એ મુખ્ય પૂર્વજરૂરિયાતો પૈકીની એક છે અને ટેલી સોલ્યુશન્સ આ અંતરને દૂર કરવા માટે સમગ્ર ગુજરાતમાં એમએસએમઈની સાથે મળીને કામ કરી રહ્યું છે. કંપની એમએસએમઈને તેમના પડકારોનો સામનો કરવામાં અને ઓટોમેશન અપનાવવામાં મદદ કરવા માટે સ્વતંત્ર રીતે અને ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી સેન્સિટાઈઝેશન સેશન્સનું આયોજન કરવાનું ચાલુ રાખશે.

આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર તેજસ ગોએન્કાએ જણાવ્યું હતું કે, “છ વર્ષ પહેલાં શરૂ થયેલી જીએસટીની સફરથી અમે કમ્પ્લાયન્સ સિસ્ટમને સરળ અને કડક બનાવવા માટે સરકાર દ્વારા ઘણા ફેરફારો જોયા છે. આ સતત ફેરફારને ધ્યાનમાં રાખીને

અમે અમારા જીએસટી અનુભવને સંપૂર્ણપણએ સુધાર્યો છે જેથી તે વ્યવસાયો માટે આત્મવિશ્વાસ સાથે સુસંગત રહે. અમે અમારી રિપોર્ટિંગ સિસ્ટમ પર પણ ધ્યાન આપ્યું છે અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી સર્ચ એન્ડ સેવ ક્ષમતાઓ સાથે અમર્યાદિત કસ્ટમ રિપોર્ટ્સ બનાવવાની ક્ષમતા રજૂ કરી છે. અમે અમારા ગ્રાહકો માટે એવા સોલ્યુશન્સ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેનો તેઓ સાચા અર્થમાં ઉપયોગ કરી શકે અને વિકાસ કરી શકે.”

મલ્ટી-GSTIN ક્ષમતા સાથે, TallyPrime 3.0 વપરાશકર્તાઓ એક જ ટેલી કંપનીમાં બહુવિધ GSTIN ડેટાને મેનેજ કરી શકશે, જે ગ્રાહકોને તેમના બિઝનેસ ડેટાને સેન્ટ્રલી જાળવી રાખવા માટે સરળતા અને કાર્યક્ષમતા સાથે એક જ કંપનીનો ઉપયોગ કરીને ખૂબ જ ફ્લેક્સિબિલિટી આપશે.

નવું રિલીઝ જીએસટી રિટર્ન જનરેટ કરતી વખતે અને GSTR 1, 2A અને 3Bને વધુ સરળ રીતે જનરેટ કરતી વખતે અત્યંત ઝડપ સુનિશ્ચિત કરે છે. તે ડિજિટલ પેમેન્ટ રિક્વેસ્ટ સુવિધા પ્રદાન કરે છે, જે વ્યવસાયોને કામગીરી અને સ્કેલેબિલિટી વધારવા માટે સક્ષમ બનાવે છે. વ્યવસાયો તેમના ઇન્વોઇસ અથવા અન્ય રિપોર્ટ્સમાં પેમેન્ટ લિંક્સ અથવા QR કોડ જનરેટ અને એમ્બેડ કરી શકે છે.

ગ્રાહકો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, ઈએમઆઈ, પે લેટર, નેટ બેન્કિંગ, યુપીઆઈ અને મોબાઈલ વોલેટ્સ જેવા વિવિધ પસંદગીના મોડ્સ દ્વારા ચુકવણી કરી શકે છે, જેનાથી નાણાંની હિલચાલની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય છે અને વ્યવસાય માલિકો માટે રોકડ પ્રવાહની સમસ્યાઓ હળવી થાય છે. ટેલીએ PayU અને Razorpay સાથે પેમેન્ટ ગેટવે પાર્ટનર્સ તરીકે સહયોગ કર્યો છે.

TallyPrime ની પહેલાથી જ પાવરફુલ રિપોર્ટિંગ સિસ્ટમમાં એકદમ નવા રિપોર્ટ ફિલ્ટર્સ સાથે વધુ શક્તિશાળી બન્યું છે જે રિપોર્ટ્સમાં ડેટા ફિલ્ટર કરવા માટે વન-ક્લિકના સરળ અનુભવ આપે છે, જેનાથી બિઝનેસનું સંચાલન કરવાનું સરળ બને છે. પ્રોડક્ટમાં અન્ય ઘણી શક્તિશાળી ક્ષમતાઓનો પણ સમાવેશ થાય છે

જેમ કે પાવરફુલ ગો ટુ સાથે નવો યુઝર એક્સપિરિયન્સ, પ્રોડક્ટની અંદરથી ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ બનાવવાની મંજૂરી આપતી કનેક્ટેડ ક્ષમતાઓ અને ચેન્જ વ્યૂ, બેસિસ ઓફ વેલ્યુ, એક્સેપ્શન રિપોર્ટ્સ અને સેવ વ્યૂ સાથે વધુ સ્વીકૃત રિપોર્ટિંગ અનુભવ. TallyPrime 3.0 વધુ સરળતા અને કાર્યક્ષમતા સાથેનો અનુભવ સુનિશ્ચિત કરે છે. એક્ટિવ ટીએસએસ સબ્સ્ક્રિપ્શન ધરાવતા વપરાશકર્તાઓ માટે નવું સંસ્કરણ નિઃશુલ્ક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.