ટેલી સોલ્યુશન્સે આંત્રપ્રિન્યોરલ એક્સેલન્સની ઉજવણી કરતાં એમએસએમઈ ઓનર્સનું ચોથુ એડિશન રજૂ કર્યું
નેશનલ, 8 મે, 2024: સોફ્ટવેર પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા 3 દાયકાથી સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ માટે બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં લીડર ટેલી સોલ્યુશન્સે તેની ફ્લેગશીપ વાર્ષિક પ્રોપર્ટી એમએસએમઈ ઓનર્સનુ ચોથુ એડિશન જાહેર કર્યું છે.
સતત 3 વર્ષની સફળતા બાદ એમએસએમઈ ઓનર્સ દેશભરની એમએસએમઈ ઈકોસિસ્ટમમાં નોંધનીય યોગદાન આપનારા ઉભરતા આંત્રપ્રિન્યોર્સ પર ફોકસ જારી રાખવાના ઉદ્દેશ સાથે આ એડિશન રજૂ કર્યું છે. Tally Solutions Unveils the Fourth Edition of ‘MSME Honours’ to Celebrate Entrepreneurial Excellence.
વાર્ષિક રૂ. 250 કરોડથી ઓછુ ટર્નઓવર અને માન્ય જીએસટીઆઈએન નંબર સાથે તમામ બિઝનેસ નોમિનેશન કરાવી શકે છે. Tally Salutes Small & Medium Businesses | International MSME Day 2024 (tallysolutions.com) લિંક મારફત ઈચ્છુક બિઝનેસ કે આંત્રપ્રિન્યોર, વ્યક્તિ 31 મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
એમએસએમઈ ઓનર્સના અગાઉના ત્રણ એડિશનમાં 100 શહેરોમાંથી 8000 નોમિનેશન નોંધાયા હતા. જેમાંથી 1000 રજિસ્ટ્રેશન તો મહિલા સંચાલિત વેન્ચર્સના હતા. ચોથા એડિશનમાં 10000થી વધુ એમએસએમઈ માલિકો નોમિનેશન મોકલે તેવી શક્યતા છે. જેમા 28 જૂન, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિન નિમિત્તે વિજેતાની યાદી જાહેર કરી સન્માન કરવામાં આવશે. નોમિનેશન માત્ર ભારતીય આંત્રપ્રિન્યોર્સ માટે નથી, યુએઈ, બાંગ્લાદેશ, નેપાળ, કેન્યા સહિતના અન્ય દેશોમાંથી પણ નોમિનેશન કરાવી શકશે.
આ સન્માનથી બિરદાવવામાં આવશે… વન્ડર વુમનઃ વિવિધ પડકારોનો સામનો કરી બિઝનેસને ઉંચાઈએ પહોંચાડ્યો હોય અને અન્ય માટે પ્રેરણાનો સ્રોત બની હોય તેવી મહિલા આંત્રપ્રિન્યોરને આ સન્માનથી બિરદાવવામાં આવશે.
બિઝનેસ મેસ્ટ્રોઃ અનુભવી પ્રોફેશનલ્સ કે જેમના કૌશલ્ય અને ટકાઉ નિર્ણયોએ મહત્વાકાંક્ષી આંત્રપ્રિન્યોર્સ માટે માર્ગદર્શક તરીકે દીવાદાંડી બન્યા હોય. જેનાથી કાયમી સફળતાનો પાયો નખાયો હોય.
ન્યૂજેન આઇકોન: બિઝનેસ લેન્ડસ્કેપમાં ડાયનેમિક લીડર તરીકે સ્ટાર્ટઅપ્સને હાઇલાઇટ કરવા, વર્ષો જૂના પડકારોના નવા ઉકેલો અને વિકાસ માટેના નવા માર્ગો તૈયાર કરનારા સામેલ થશે.
ટેક ટ્રાન્સફોર્મર: તકનીકી પ્રગતિમાં મોખરે રહેલા વ્યવસાયોનું સન્માન કરવું, તેમની કામગીરીમાં કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ડિજિટલ ટૂલ્સનો લાભ લેવો.
ચેમ્પિયન ઓફ કોઝ: એમએસએમઈની વૈશ્વિક સુખાકારીને પ્રાથમિકતા આપનારા ચેમ્પિયનને ઓળખવા. વધુ ટકાઉ અને સમાવિષ્ટ બિઝનેસ માહોલને પ્રોત્સાહન આપવામાં નોંધનીય ફાળો આપ્યો હોય.
આ અંગે ટેલી સોલ્યુશન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર જયતિ સિંહે જણાવ્યું હતું કે, “અમે એમએસએમઈ ઓનર્સની ચોથી એડિશન રજૂ કરવા બદલ ઉત્સુક છીએ. જેનો ઉદ્દેશ નોંધનીય પ્રેરણાદાયી એમએસએમઈની કહાની, તેનુ કદ, સ્થળ અને બિઝનેસનો પ્રકાર લોકો સમક્ષ રજૂ કરવાનો છે. છેલ્લા ઘણા વર્ષોથી એમએસએમઈ ઈકોનોમીને વેગ આપવા અનેક પ્રયાસો કરીએ છીએ.
આ પહેલ આ વ્યવસાયોના અથાગ પ્રયાસો અને યોગદાનની ઉજવણી કરે છે. જે તેમના ઈનોવેશનની વાર્તા લોકો સમક્ષ રજૂ કરી તેમની સફળતાના માધ્યમથી અન્યોને પ્રેરણા પૂરી પાડે છે. અમે ભારત, યુએઈ, બાંગ્લાદેશ, નેપાળ, ઈન્ડોનેશિયા, પશ્ચિમ આફ્રિકામાંથી લગભગ 400 જેટલા વિજેતાઓને સન્માનિત કરીશું. આ વર્ષે મોટાપાયે લોકો ભાગ લે તેવો આશાવાદ છે.”
ટેક્નોલોજીના ક્ષેત્ર, એમએસએમઈ ડોમેઈન અને મીડિયા સેક્ટરના નિષ્ણાતોની કુશળ પેનલ દ્વારા નોમિનેશન એન્ટ્રીનું નિરિક્ષણ કરી વિજેતાઓ રજૂ કરવામાં આવશે.