દુકાન પર મ્યુચ્યુઅલ ફંડનું બોર્ડ લગાવ્યું હતુ અને વેચાતા હતા ફટાકડા

File Photo
તલોદમાં પરવાના કરતા વધુ ફટાકડા રાખનાર વેપારીની દુકાનને સીલ કરાઈ-વિસ્ફોટક પદાર્થ જે-તે સ્થિતિમાં રાખવા આદેશ કરાયો
તલોદ, ડીસામાં ફટાકડાની ફેકટરીમાં લાગેલ આગની ઘટનાના પગલે તલોદમાં એસઓજીની ટીમે દરોડા પાડી દુકાન સીલ કીર હતી. આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફના ટીમના હેડકોન્સ્ટેબલ કિરીટસિંહ સહિતનો સ્ટાફ તલોદ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ફટાકડા પરવાનેદારના લાયસન્સ ચકાસણી બાબતે તપાસમાં હતા
તે દરમ્યાન અશોકકુમાર શામળદાસ મિસ્ત્રી (અંબિકા હાર્ડવેર સ્ટોર)ના નામની ફટાકડાની દુકાન આવતા દુકાનમાં તપાસ કરવાની હોય જેથી નજીકમાંથી બે પંચના માણસો બોલાવી પંચોને માહીતગાર કરી દુકાને જતાં દુકાન ઉપર અંબિકા હાર્ડવેર સ્ટોર ડીલર તથા ગાડીઓના વિમા તેની નીચે અંગ્રેજીમાં અશોક મિસ્ત્રી આઈ.સી.આઈ.સી.આઈ મ્યુચ્યુઅલ ફંડ લખેલ હતુ.
જે દુકાન ઉપર ઈસમ હાજર હોય તેનું નામ પુછતાં અશોકકુમાર શામળાદસ મિસ્ત્રી (ઉ.વ.પ૯, રહે. મિસ્ત્રી માર્કેટ, તલોદ, તા.તલોદ, જી.સાબરકાંઠા)નો હોવાનું અને આ દુકાન પોતાની હોવાનું જણાવે.
તેની ફટાકડાની દુકાન ચેક કરવાની હોવાનું જણાવી તેની પાસે ફટાકડા પરવાનાનુ લાયસન્સ માગતા ઈસમ પાસે લાયસન્સ તા.૩૧.૩.ર૦ર૩ સુધી રીન્યુ થયેલાનુ અને પરવાનો પ૦ કિલો ફટાકડા સંગ્રહ તથા વેચાણ કરવા પરવાનો હોવાનુ જણાયેલ તેમજ ફાયરસેફટીનુ પ્રમાણપત્ર માગતા ઈસમે ફાયર સેફટીનું પ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરેલ નથી.
દરમ્યાન લાયસન્સ પરવાનામાં જણાવ્યા કરતાં વધુ ફટાકડાનો જથ્થો રાખી ફટાકડાના પરવાનાવાળી દુકાન ઉપર અન્ય ધંધાના બેનર લગાડી તેમજ દુકાનમાં ઈલેકટ્રીકના વાયરો બહાર ખુલ્લા રાખી વાયરીંગનું સર્ટી નહી મેળવી શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગવાની સંભાવના થવાની હકિકત જાણતો હોવા છતાં માણસોની જિદગી જોખમાં મુકાય તેવુ કૃત્ય કરતા દુકાનને પંચો રૂબરૂ સીલ કરી તાળુ મારી વિસ્ફોટક પદાર્થ જે-તે સ્થિતિમાં રાખવા જણાવાયું હતું.