તલોદરાના ગ્રામજનોએ બેઈલ કંપનીની કામગીરી અટકાવવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના તલોદરા ગામને ૧૯૯૨ થી ઝઘડિયા જીઆઈડીસીમાં લાગુ કરવામાં આવેલ છે. જીઆઈડીસીમાં હાલમાં અનેક કંપનીઓ ચાલુ છે તે કંપનીઓ લોકોને હાનિકારક ધન કચરો તેમજ હવામાં પ્રદુષણ ફેલાવી રહેલ છે.
હાલમાં તલોદરા ગામની નજીક કે જ્યાં મોટા પ્રમાણમાં માનવ વસવાટ કરે છે,નજીકમાં ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓનો ધન કચરો અતિ દુર્ગંધ વાળો હવામાં પ્રદુષણ ફેલાવનારો એકત્રિત કરનાર છે,જે લોકોના સ્વાસ્થ્યને જાનને ખતરો ઊભો કરનાર છે,જે કામગીરી બેઈલ કંપની કરનાર છે
તેની નજીક તલોદરા ગામની પ્રાથમિક શાળા ધોરણ ૧ થી ૮ ચાલુ છે,આ ઉપરાંત માધ્યમિક હાઈસ્કૂલ પણ આવેલી છે.આ બંને શિક્ષણ સંસ્થાઓમાં નાની વયના બાળકો અભ્યાસ કરતા હોય છે તેમને તંદુરસ્તી માટે પ્રદૂષણ રહિત શુદ્ધ હવાની જરૂરિયાત હોય છે,કંપનીની કામગીરી હવામાં પ્રદુષણ ગંદકી ફેલાવનારી છે.
જેથી આમ જનતા હેરાન પરેશાન થનાર છે અને તેમના જાન પણ જાેખમમાં મુકવાના છે.જેથી આ વિસ્તારમાં આ કંપની તાત્કાલિક કામગીરી અટકાવી આમ જનતાને થનાર હેરાનગતિ માંથી બચાવવા કંપની આ વિસ્તારમાં કોઈપણ સંજાેગોમાં ચાલુ કરવામાં ન આવે તે માટે તાત્કાલિક અટકાયતી પગલા લઈ આમ જનતાને મોતના મુખમાંથી બચાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૯ માં બેઈલ કંપનીની કામગીરી ગામ લોકોએ અટકાવેલ હતી ગ્રામ પંચાયતની તા.૭.૬.૧૯ ની ગ્રામસભામાં જે ઠરાવ કરવામાં આવેલ છે તેને તે પછીની ગ્રામસભામાં બહાલી મળવાની શરત મૂકવામાં આવેલી છે તેવી કોઈ બહાલી આજ દિન સુધી કોઈપણ ગ્રામ સભામાં આપવામાં આવેલ નથી,
તે અંગે વર્ષ ૨૦૨૧ ના નવેમ્બર ડિસેમ્બર માસમાં તલોદરા ગ્રામ પંચાયતમાં જે તે સમયના સરપંચ દ્વારા મીડિયાના માધ્યમથી જાહેર જનતા જાેગ નિવેદન કરેલ હતું.ઝઘડિયા જીઆઈડીસી અનુસૂચિત પાંચ વિસ્તાર શિડ્યુલ એરિયામાં આવેલ છે અને તે અંગે સરકારે પેસા કાનૂની જાેગવાઈઓ પણ અમલી બનાવેલ છે.