Western Times News

Gujarati News

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ

હાંસોટ, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે સુરતનાં બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ૧૧ ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓનાં ૩૩ બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના઼ં માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા આપી શિક્ષણમાં વાર્તાનાં મહત્વ અંગે છણાવટ કરી હતી.

આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ દેવાંગસુ પટેલ, ઇન્ચાર્જ બીટ નિરીક્ષક વિનોદ પટેલ તથા અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધાનાં અંતે પરિણામો નીચે મુજબ ઘોષિત થયા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ ૧/૨ (વાર્તા કથન) : પ્રથમ – જિયાન પટેલ (કુદિયાણા), દ્વિતીય – હેની પટેલ (ખોસાડીયા), તૃતિય – આરોહી પટેલ (જીણોદ) પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ ૩ થી ૫ (વાર્તા કથન) : પ્રથમ – ભક્તિ રાઠોડ (કુદિયાણા), દ્વિતીય -અંજલિ ભરવાડ (સાયણ સુગર ફેક્ટરી), તૃતિય – ખુશી વર્મા (અસ્નાબાદ) મિડલ સ્ટેજ ધોરણ ૬ થી ૮ (વાર્તા લેખન) : પ્રથમ – ઇશિતા ગુપ્તા (ઓલપાડ મુખ્ય), દ્વિતીય – મેઘા પટેલ (કુદિયાણા), તૃતિય – યોગીતા પટેલ (મોરટુંડા) વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રથમ ક્રમાંકિત બાળકો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઈલા મહીડા (બીઆરપી પ્રજ્ઞા), દીપ્તિ મૈસુરીયા (શિવાજી નગર), અશ્વિન પટેલ (એરથાણ), પારુલ પટેલ (કરંજ), ભરત પટેલ (બરબોધન), જિજ્ઞાશા રાઠોડ (સાયણ), યામિની પટેલ (ભાંડુત), વિપુલ ત્રિવેદી (ઉમરા) તથા રાજેશ પટેલ (ઓલપાડ બ્રાન્ચ) એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બરબોધન પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક ભરત પટેલે કર્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌ સ્પર્ધક બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.