ફ્લોરલ પ્રિન્ટેડ ગાઉનમાં તમન્નાનો ક્લાસી અંદાજ

મુંબઈ, સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની સુંદરતા અને અભિનયથી હજારો દિલોને ઘાયલ કરનાર તમન્ના ભાટિયા ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં છે. આ લેટેસ્ટ તસવીરોમાં તમન્ના ભાટિયાનો હોટ લુક જાેવા જેવો છે. ફોટામાં, તમન્ના ભાટિયા તેના કિલર લુકથી તેના ચાહકોના દિલને ઘાયલ કરતી જાેવા મળી.
આ તસવીરોમાં તમન્ના ભાટિયા ફ્લોર સ્વીપિંગ ડીપ નેક ગાઉનમાં આકર્ષક પોઝ આપતી જાેવા મળે છે. તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની ૬૫ ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે.
બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાએ તેની ફી પણ વધારી દીધી છે. તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે ‘લેન્ડ રોવર ડિસ્કવરી’, ‘BMW ૫ સિરીઝ’ અને ‘મર્સિડીઝ બેન્ઝ’ જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.