વરુણ ધવન, દિલજિત દોસાંજ અને અર્જૂન કપૂર સાથે ‘નો એન્ટ્રી ૨’માં તમન્ના પણ જોડાઈ

મુંબઈ, બોલિવૂડની ઘણી લોકપ્રિય કોમેડી ફ્રન્ચાઇઝીમાં ‘નો એન્ટ્રી’નો પણ સમાવેશ થાય છે. તેની સિક્વલની ઘણા વર્ષાેથી રાહ જોવાઈ રહી છે, ત્યારે અંતે આ સિક્વલની જાહેરાત થતાં જ તે ચર્ચામાં આવી ગઈ છે.
હવે એવું લાગે છે, ફિલ્મનું કામ ધીરે ધીરે શરૂ થઈ ગયું છે. તેની સાથે કાસ્ટમાં મોટા નામ જોડાઈ રહ્યાં છે.છેલ્લાં કેટલાંક અહેવાલો અનુસાર, આ ફિલ્મની કાસ્ટમાં હવે તમન્ના ભાટિયા પણ જોડાઈ છે. તેણે લીડ રોલ માટે ફિલ્મ સાઇન કરી લીધી હોવાના અહેવાલો છે.
આ ફિલ્મ સાથે તે કોમેડી જોનરમાં પાછી ફરી રહી છે, તેથી તે પણ ઉત્સાહમાં છે. આ ફિલ્મમાં તમન્નાનું પાત્ર જૂની ૨૦૦૫ની ફિલ્મમાં બિપાશાના પાત્ર જેવું જ હશે. આ ઉપરાંત તેણે હવે અજય દેવગન અને સંજય દત્તની ફિલ્મ ‘રેન્જર’નું પણ શૂટ શરૂ કરી દીધું છે.
એવી પણ ચર્ચા છે કે ‘નો એન્ટ્રી ૨’માં તમન્ના સિવાય અદિતિ રાવ હૈદરી પણ જોડાઈ શકે છે. તેનો રોલ પણ મહત્વનો હશે, પરંતુ આ અંગે હજુ કોઈ જાહેરાત થઈ નથી. આ ફિલ્મમાં વરુણ ધવન, અર્જૂન કપૂર અને ફરદીન ખાન મહત્વના રોલમાં હશે, પરંતુ ઓરિજિનલ ફિલ્મની કાસ્ટ ફરી જોવા મળશે નહીં.
જોકે, ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂરે ફિલ્મ અનાઉન્સ કરતી વખતે જ કહ્યું જુની કાસ્ટ ફરી ન લેવા અંગે કારણ આપ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, “કેટલાંક પ્રશ્નો હતા, તેથી અમે કમનસીબે એ કલાકારો સાથે ફરી ફિલ્મ બનાવી શકીએ તેમ નથી, ખાસ કરીને કોઈની તારીખો મેચ થતી નથી.
અમારે એકસાથે બધાંનાં કમસેકમ ૨૦૦ દિવસો જોઇએ.” આ ફિલ્મનું શૂટ જૂન-જુલાઈમાં શરૂ થાય એવી શક્યતા છે અને પછી તેનું પોસ્ટ પ્રોડન્ક થશે. આ ફિલ્મ ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ એટલે કે દિવાળી પર રિલીઝ થશે, એવી જાહેરાત કરવામાં આવી છે.SS1MS