અભિનેત્રી તમન્ના ભાટિયા બની IIFLની બ્રાન્ડ એમ્બેસેડર
ભારતની ટોચની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સે આજે જાહેર કર્યું હતું કે તેણે સમગ્ર ભારતમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવાના હેતુસર ટોચની ભારતીય અભિનેત્રી તમન્ના ભાટિયાને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરી છે.
આઇઆઇએફએલ ફાઇનાન્સ રિટેઇલ-કેન્દ્રિત એનબીએફસી છે, જેની લોન એયુએમ 7 અબજ ડોલર છે તથા 3,700થી વધુ બ્રાન્ચ અને બહુવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં 8.5 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. આઇઆઇએફએલ ફાઇનાન્સની ઓફરિંગ્સમાં ગોલ્ડ લોન, હોમ લોન, બિઝનેસ લોન અને પર્સનલ લોન સામેલ છે.
આઇઆઇએફએલ ફાઇનાન્સની પેટા કંપની – આઇઆઇએફએલ સમસ્ત માઇક્રોફાઇનાન્સ છે, જે ભારતની પ્રથમ એમએસએમઇ નિયો બેંક – આઇઆઇએફએલ ઓપન નિયોબેંક સ્થાપિત કરવાની પ્રક્રિયા છે, જે માટે ઓપન ફાઇનાન્સિયલ ટેક્નોલોજીસ સાથે ભાગીદારી કરાઇ છે.
નવા બ્રાન્ડ એમ્બેસેડરની જાહેરાત કરતાં આઇઆઇએફએલના ચીફ માર્કેટિંગ ઓફિસર માનવ વર્માએ કહ્યું હતું કે, “અમે ધિરાણની સરળ એક્સેસ ન ધરાવતા લાખો ભારતીયોના સપના અને લક્ષ્યોને સાકાર કરવા પસંદગીના લોન ડેસ્ટિનેશન બનવા માગીએ છીએ. તમન્ના ભાટિયા છેલ્લાં 15 વર્ષથી ભારતના ટોચના અભિનેત્રી છે અને તેઓ અમારા ગ્રાહક વર્ગો સાથે ગાઢ જોડાણ ધરાવે છે. આ સહયોગ અમારી બ્રાન્ડને વધુ મજબૂત બનાવશે.”
તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે, “આઇઆઇએફએલ સાથે જોડાતા હું ખુશ છું. એક સ્વપ્નદ્રષ્ટા તરીકે હું લાખો ભારતીયોના સપનાની ઓળખ કરી શકું છું તથા સમગ્ર ભારતમાં ધિરાણ પ્રદાન કરવા માટે આઇઆઇએફએલની ભૂમિકાનો આદર કરું છું.”
“આઇઆઇએફએલ બ્રાન્ડની ફિલોસોફી “સીધીબાત” છે – તે સરળ, સીધી અને અગ્રણી પ્રોડક્ટ ઓફરિંગ્સ તથા સરળ પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે, જે મારી પ્રોફેશ્નલ ફિલોસોફી સાથે સુસંગત છે.”
તમન્ના ભાટિયા ભારતની ટોચની અભિનેત્રી પૈકીની એક છે, જેમણે હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને કન્નડ સિનેમામાં 100થી વધુ ફિલ્મો કરી છે. બાહુબલી-ફેમ અભિનેત્રીએ તેમના કામ બદલ 19 મોટા એવોર્ડ્સ મેળવ્યાં છે તથા સિનેમામાં યોગદાન બદલ માનદ ડોક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. તેઓ ઓટીટી ક્ષેત્રે પણ અગ્રણી અભિનેત્રી છે. તમન્ના ભાટિયા તાજેતરમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ‘બેક ટુ ધ રુટ્સ’ સાથે લેખિકા બન્યાં છે.