તમન્ના ભાટિયા સ્ટારર બબલી બાઉન્સરનું ટ્રેલર રિલીઝ

ફિલ્મ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે
બબલી બાઉન્સર ફિલ્મ હિન્દી સહિત તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે, પ્રોડ્યુસર વિનીત જૈન અને અમૃતા પાંડે છે
મુંબઈ,એક્ટ્રેસ તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર આવી ગયું છે. મધુર ભંડારકર ડિરેક્ટેડ આ ફિલ્મ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે Disney Hotstar પર રિલીઝ થશે. બબલી બાઉન્સર ફિલ્મ હિન્દી સહિત તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે. બબલી બાઉન્સરના પ્રોડ્યુસર વિનીત જૈન અને અમૃતા પાંડે છે.
સ્ટાર સ્ટુડિયોઝ અને જંગલી પિચ્ચર્સ પ્રોડક્શન કંપનીની ફિલ્મ બબલી બાઉન્સરના લેખક અમિત જાેષી, આરાધના દેબનાથ અને મધુર ભંડારકર છે. રાઝી અને બધાઈ હો જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ જંગલી પિચ્ચર્સની આગામી ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મધુર ભંડારકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે.
તેમજ સાથે-સાથે એક મેસેજ પણ છે. તમે સામાન્યરીતે ક્લબમાં બાઉન્સર તરીકે પુરુષોને જાેયા હશે પણ આ વખતે વાત કંઈક જુદી છે. ગામમાં રહેતી બબલી ધોરણ ૧૦ પાસ નથી અને તેની માતાના મુજબ તેમાં એકપણ છોકરીઓના લક્ષણ નથી. પણ, બબલીને એ વાતનો ખ્યાલ છે કે તેને શું કરવાનું છે.
કારણકે, તે જે ગામમાંથી આવે છે ત્યાં દરેક યુવાને ખ્યાલ છે કે બૉડી બનાવાથી જ નસીબ ખુલશે કારણકે આગળ જતાં બાઉન્સર બનવાનું છે. બબલી બાઉન્સરની વાર્તા દિલ્હી નજીકના એક ગામની છે. ફિલ્મમાં બબલીના પિતાના રોલમાં એક્ટર સૌરભ શુક્લા છે. તે બાઉન્સર્સને પોતાના અખાડામાં ટ્રેનિંગ આપે છે. બબલી છોકરી હોવા છતાં પણ ત્યાં હાજર તમામ છોકરા કરતા વધારે તાકાત ધરાવે છે. તે સૌથી વધારે વજન ઉઠાવે છે. તેને શહેર જઈને નોકરી કરવી છે.
માતાને દીકરીના લગ્નની ચિંતા છે. પણ, બબલીને પોતાના સપના સાકાર કરવાની તક મળે છે. બબલીને એક ક્લબમાં ફીમેલ બાઉન્સર તરીકે નોકરી મળે છે. ત્યાંથી બબલી બાઉન્સરની વાર્તા આગળ વધે છે. બબલી બાઉન્સર આ મહિને તારીખ ૨૩ સપ્ટેમ્બરે ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મમાં તનિષ્ક બાગચી અને કરણ મલ્હોત્રાએ મ્યુઝિક આપ્યું છે.ss1