“દહાડ” વેબસિરીઝના વિલન સાથે રિલેશનશીપમાં છે તમન્ના?
વિજય વર્મા સાથે ઠરીઠામ થવાનો નથી તમન્ના ભાટિયાનો વિચાર?-તમન્નાએ ખુલાસો કર્યો છે કે, તે એક્ટર વિજય વર્મા સાથે રિલેશનશીપમાં છે?
મુંબઈ, કેટલાય મહિનાની અટકળોના અંતે એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ એક્ટર વિજય વર્મા સાથેની રિલેશનશીપની પુષ્ટિ કરી છે. તમન્ના ભાટિયાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિજય વર્માને પોતાનો ‘હેપી પ્લેસ’ ગણાવ્યો છે. હાલ તમન્ના રિલેશનશીપ ઉપરાંત વેબ સીરીઝ ‘જી કરદા’ને લઈને ચર્ચામાં છે.
પ્રમોશનમાં વ્યસ્ત તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથે લગ્નના પ્લાનિંગ અંગે વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં તમન્ના ભાટિયાએ કહ્યું કે, લગ્ન ખૂબ મોટી જવાબદારી છે. શ્વાન પાળવું, છોડની સંભાળ લેવી અને બાળકને ઉછેરવાની જેમ જ લગ્નને ટકાવી રાખવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે છે.
તમન્નાએ આગળ કહ્યું, ‘તમારી આસપાસના લોકો લગ્ન કરી રહ્યા છે એટલે લગ્ન ના કરો. તમે જ્યાં સુધી સંપૂર્ણપણે તૈયાર ના હો ત્યાં સુધી લગ્ન કરવાનું ટાળો. અગાઉ વિજય વર્મા અંગે વાત કરતાં તમન્નાએ કહ્યું હતું કે, “હું વિજય પર ખૂબ ભરોસો કરું છું. અમારું બોન્ડિંગ એકદમ ઓર્ગેનિકલી થયું છે.
વિજય પોતાની બધી જ નબળાઈ અને શક્તિઓ સાથે મારી પાસે આવ્યો હતો અને એટલે મારા માટે પણ તેને મારી નબળાઈઓ દેખાડવી સરળ રહી. ઉચ્ચ સિદિ્ઘ હાંસલ કરતી મહિલાઓની તકલીફ એ હોય છે કે તેમને લાગે છે કે, તેમને બધી જ વસ્તુઓ માટે ખૂબ મહેનત કરવી પડશે.
મને લાગતું હતું કે, તમે મહેનત કરો તો જ કંઈક મેળવી શકો છો. પરંતુ અહીં મને કંઈક એવું મળ્યું જે ખૂબ સરળ હતું.” તમન્નાએ એમ પણ કહ્યું હતું કે તેની અને વિજયની રિલેશનશીપનો પાયો મિત્રતા છે. જણાવી દઈએ કે, તમન્ના અને વિજય ‘લસ્ટ સ્ટોરીઝ ૨’માં સાથે જાેવા મળશે. વિજય અને તમન્નાનું સેગમેન્ટ ડાયરેક્ટર સુજાેય ઘોષે ડાયરેક્ટ કર્યું છે.
આ સીરીઝના સેટ પર જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તમન્નાએ રિલેશનશીપ કન્ફર્મ કર્યા પછી વિજયને એક ઈન્ટરવ્યૂમાં રિલેશનશીપ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, “જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તમે આ વિશે વાત કરો છો. પરંતુ હું એટલું ચોક્કસથી કહીશ કે હાલ મારા જીવનમાં ઘણો પ્રેમ છે.”