‘આજ કી રાત’ સોંગના કારણે તમન્નાની ઉંઘ ઊડી ગઈ હતી
મુંબઈ, આજકાલ ‘સ્ત્રી ૨’ કમાણીના બધા જ રેકોડ્ર્ઝ તોડી રહી છે, તેમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીના વખાણ તો બધાં કરે છે, પરંતુ તમન્નાએ પણ ‘આજ કી રાત’ ગીત દ્વારા ઘણી વાહવાહી લૂંટી છે. તેના આ કેમિયોના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે.
ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં તમન્નાએ પોતે એક જ પ્રકારના રોલમાં બંધાઈ જશે તેવા ડર અને આગળના ગીત કરતાં આ ગીતને કેટલો સારો પ્રતિસાદ મળશે આ અંગેના ડર અંગે કેટલીક વાતો કરી હતી. આ સ્પેશિયલ સોંગને લગતી સ્પેશિયલ ચિંતાના કારણે તમન્ના ભાટિયાની ઉંઘ ઊડી ગઈ હોય તેવી સ્થિતિ હતી.
તમન્નાએ કબૂલાત કરી છે કે ‘સ્ત્રી ૨’માં પોતાના પ્રદર્શન અંગે તે અસમંજસમાં હતી. તેને ડર હતો કે તેના ગીત ‘કાવાલા’ને અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો અને તે હિટ ગયું હતુ, તો શું ફરી એક કેમિઓ સોંગ કરવાથી તે પહેલાંના ગીત જેટલો જ ક તેનાથી સારો પ્રતિસાદ મેળવી શકશે કે નહીં. તેને ‘સ્ત્રી ૨’ માટે આ ગીતની ઓફર સ્વીકારતાં પહેલાં જોખમ લાગતું હતું કે તેની આગળની સિદ્ધિઓ ધોવાઇ ન જાય.
કાવાલૈયાની રીધમ અને મ્યુઝીક સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા અને તે એક ગ્લોબલ સેન્સેશન બની ગયું હતું. પરંતુ ‘સ્ત્રી ૨’ના ડિરેક્ટર અમર કૌશિકે તેને ખાતરી આપી હતી કે આ ગીત માટે તમન્ના જ પરફેક્ટ ફિટ છે. અમર કૌશિક સાથેની મુલાકાત અંગે તમન્નાએ જણાવ્યું હતું કે જ્યારે અમર કૌશિકે મને ગીત માટે સંપર્ક કર્યો તો તેણે સમજાવ્યું કે તેનો રોલ ફિલ્મની સ્ટોરી માટે ઘણો અગત્યનો છે.
તેથી તમન્નાને લાગ્યું કે તેણે આ તક જતી કરવી જોઈએ નહીં. અમર કૌશિક તરફથી મળેલી ખાતરીથી તમન્ના સહમત થઈ કે આ રોલ સ્વીકારવાનો તેનો નિર્ણય અયોગ્ય નથી.
આ ઇન્ટરન્યુમાં તમન્નાએ આગળ જણાવ્યું હતું કે જો તેનો રોલ નાનો હોય પરંતુ ફિલ્મની સ્ટોરી માટે મહત્વનો હોય તો પણ તે એવો રોલ કરવા માટે આતુર હોય છે. તેણે પોતાની કૅરિઅરમાં બીબાંઢાળ રોલ મળવા બાબતે કહ્યું કે શરૂઆતમાં તેને ‘ગર્લ નેક્સ્ટ ડોર’ પ્રકારના એટલે કે સામાન્ય છઓકરીના રોલ બહુ મળતાં હતાં, તે ઇમેજમાંથી બહાર નીકળવાની તેની ઇચ્છાએ જ તેને આ પ્રકારના કોઈને કલ્પના પણ ન હોય તેવા કેમિઓ કરવાના શરૂ કર્યા.
તેના માટે રોલની લંબાઈ કરતાં એ પાત્ર દર્શકના મન પર કેટલી અસર કરે છે તે મહત્વનું છે. ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’માં નોરા ફતેહીનું ડાન્સ નંબર ‘કમરિયા’ હતું જે બહુ ઝડપથી ટોપ ચાર્ટ પર પહોંચી ગયું હતું. આ જ રીતે તમન્નાના ‘આજ કી રાત’ને પણ યુડ્યુબ પર ૨૦૦ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
જ્યારે ફિલ્મ માત્ર ૧૯ દિવસોમાં કુલ ૫૦૦ કરોડથી પણ વધુ કમાણી કરી ચૂકી છે. આ ઉપરાંત તમન્નાએ ૧૫ ઓગસ્ટે જ રિલીઝ થયેલી જોહ્ન અબ્રાહ્મ અને શર્વરી વાઘની ‘વેદા’માં પણ એક કેમિઓ કર્યો હતો.SS1MS