ઈવેન્ટમાં દીપ પ્રગટાવતા પહેલા તમન્નાએ ઉતારી હીલ્સ

ઈમ્પ્રેસ થઈ ગયા લોકો
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન અવોર્ડ્સ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ હતું
મુંબઈ,તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન અવોર્ડ્સ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ હાજર રહી હતી. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે જાેઈને લોકો અભિનેત્રી તમન્ના ભાટિયાના વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તમન્ના ભાટિયાએ ઈવેન્ટમાં સ્ટેજ પર જ્યારે દીપ પ્રગટાવ્યો તો સૌથી પહેલા હીલ્સ ઉતારી હતી અને પછી ઉઘાડા પગે જ્યોત સળગાવી હતી. નોંધનીય છે કે તમન્નાની સાથે સ્ટેજ પર તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ પણ હાજર હતા. વીડિયો ક્લિપમાં જાેઈ શકાય છે કે, તાપસી પન્નુ સૌથી પહેલા દીપ પ્રગટાવે છે. ત્યારપછી જ્યારે તમન્નાનો વારો આવે છે તે પોતાની હીલ્સ ઉતારે છે અને આગળ આવીને જ્યોત પ્રગટાવે છે.
View this post on Instagram
તમન્નાની આ પ્રવૃત્તિના ત્યાં હાજર એક મહિલા વખાણ કરે છે. તમન્ના તેના જવાબમાં કહે છે કે, આ એક દક્ષિણ ભારતની પ્રથા છે. તમન્ના ઉઘાડા પગે આ વિધિ કરે છે. આઉટફિટ્સની વાત કરીએ તો, તમન્ના ભાટિયાએ ગ્રીન એન્ડ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જ્યારે તાપસીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તમન્ના ભાટિયાના આ વીડિયો પર એક ફેન લખે છે કે, તેણે સંસ્કૃતિનું સન્માન કર્યું. અન્ય એક યુઝરે લખ્યું કે, દક્ષિણ ભારતે તેને આ સંસ્કાર શીખવાડ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે, નાની-નાની વાતો પણ ઘણી મહત્વની હોય છે.
અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, તે પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે, ભારતનો વારસો સમૃદ્ધ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ને પોતાના ૧૩મા એડિશનના વિજેતાઓની જાહેરાત કરી હતી. ધ રેપિસ્ટ માટે અપર્ણા સેનને તેમજ સરદાર ઉધમ માટે શૂજીત સરકારને બેસ્ડ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો છે. ફિલ્મ ૮૩ માટે રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો.
જલસા ફિલ્મ માટે શેફાલી શાહને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. કબિર ખાનની ફિલ્મ ૮૩ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો હતો. આ ફેસ્ટિવલમાં અભિષેક બચ્ચન, વાણી કપૂર, નિખિલ અડવાણી, સોના મોહાપાત્રા, સુરેશ ત્રિવેણી, કપિલ દેવ વગેરે પણ હાજર રહ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, તમન્ના ભાટિયા હવે મધુર ભંડારકરની ફિલ્મ બબલી બાઉન્સરમાં જાેવા મળશે. આ ફિલ્મ ૨૩મી સપ્ટેમ્બરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સૌરભ શુક્લા, અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મહત્વના રોલમાં જાેવા મળશે.ss1