સમૃદ્ધ ભારતની ભવ્ય તસ્વીર: તમિલનાડુના બ્લ્યૂ સમુદ્ર પરનો નવો પંબન બ્રિજ

ભારતના પ્રથમ દરિયાઈ પુલ પંબન બ્રિજનું બાંધકામ 1911 માં શરૂ થયું હતું અને 1914 માં તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સેવા’ ને મંત્ર માનીને પ્રધાનમંત્રીએ તેમના અદ્વિતીય નેતૃત્વ ક્ષમતા,અતૂટ સંકલ્પ અને દૂરંદેશી વિચારસરણી દ્વારા ભારત ની આધારભૂત સંરચનાને નવા શિખર પર પહોંચાડી દીધો છે. પ્રધાનમંત્રીની સખત મહેનત, અદમ્ય ઇચ્છાશક્તિ અને રાષ્ટ્ર નિર્માણ ની ભાવના એ દરેક ઐતિહાસિક સ્વપ્નને સાકાર કર્યું છે. તેમના નેતૃત્વમાં ભારતીય રેલ્વે પણ વિકાસના આકાશમાં ઉંચી ઉડાન ભરી રહી છે. દરરોજ નવા રેકોર્ડ બનાવીને, રેલવે સમૃદ્ધ ભારત ની સફરમાં તેની પર્યાપ્ત ભાગીદારી સુનિશ્ચિત કરી રહી છે.
તમિલનાડુના વિશાળ બ્લ્યૂ સમુદ્ર પર નિર્મિત નવો પંબન બ્રિજ પણ રેલ્વે વિસ્તરણ અને એન્જિનિયરિંગ કૌશલ્ય ની એ તસ્વીર છે જેને જોઈને દરેક ભારતવાસી ને ગર્વ ની અનુભૂતિથ થશે. આ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ્વે સી બ્રિજ છે, જે સમુદ્ર ની ઉપરથી પસાર થઈને રામેશ્વરમ ટાપુને તમિલનાડુ ના મંડપમ સાથે જોડે છે. આ પુલ માત્ર બે સ્થળોને જોડવાનું માધ્યમ નથી, પરંતુ નવી ટેકનોલોજી, આત્મનિર્ભર ભારત અને હાઇ-સ્પીડ પરિવહનનું પ્રતીક પણ છે.
નવા પંબન બ્રિજની અનોખી લિફ્ટ સિસ્ટમ મોટા જહાજોને પણ સરળતાથી પસાર થવાની પરવાનગી આપે છે. મન્નાર ની ખાડી પર સ્થિત આ પુલ ટ્રાફિકને સરળ બનાવવાની સાથે તે પોતાની રીતે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આધુનિક ટેકનોલોજી થી બનેલો આ પુલ ભારતીય રેલ્વે માટે એક મોટી સિદ્ધિ છે, જે ભવિષ્યમાં દરિયાઈ માર્ગો પર આધારિત પર્યટન અને વેપારને જબરદસ્ત પ્રોત્સાહન મળશે.
પરિવહનના નવા યુગ તરફ
ભારતના પ્રથમ દરિયાઈ પુલ પંબન બ્રિજનું બાંધકામ 1911 માં શરૂ અને 1914 માં તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે સમયે તે ભારતનો એકમાત્ર દરિયાઈ પુલ હતો, જે સને 2010 માં બાંદ્રા-વરલી સી લિંક ખોલવામાં આવ્યો ત્યાં સુધી ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ રહ્યો.
તેના સેવા સમયગાળા દરમિયાન, આ પુલે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ અને બહાદુરીથી તેનો સામનો કર્યો. 1964 માં આવેલા વાવાઝોડાએ આ પુલને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ તેમ છતાં, તે સમુદ્રના મોજા વચ્ચે અડગ રહ્યો અને લગભગ 106 વર્ષ સુધી રાષ્ટ્રીય હિત માટે સમર્પિત રહ્યો.
21મી સદી અને બદલાતી ભારતની પરિવહન જરૂરિયાતો એ જૂના પંબન બ્રિજ ની સામે ઘણા નવા પડકારો ઉભા કર્યા હતા.આને ધ્યાનમાં રાખીને, આધુનિક ટ્રેનો અને મોટા દરિયાઈ જહાજોની જરૂરિયાતોને અનુરૂપ નવી રચનાની જરૂરિયાત અનુભવાઈ. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2019 માં આ નવા પુલના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. નવીનતા પ્રત્યેના જુસ્સા અને વિકાસની અભૂતપૂર્વ ગતિને કારણે, સમુદ્ર પરનું આ અદ્ભુત બાંધકામ ફક્ત 4 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું .
પંબન બ્રિજ ની વિશેષતાઓ
2.08 કિલોમીટર નો આ ભવ્ય સંરચના જૂના પંબન બ્રિજ કરતા 3 મીટર વધુ ઊંચો છે, જેનાથી નાના જહાજો સરળતાથી તેની નીચેથી પસાર થઈ શકે છે. આ આખા બ્રિજ ને બનાવવા માટે 18.3 મીટરના 99 સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલની મધ્યમાં 72.5 મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પાન પણ છે જેને જરૂર પડ્યે મોટા જહાજોને સમાવવા માટે 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે.
આ બ્રિજ માં 333 પાઈલ્સ અને 101 પાઇલ કેપ્સનો ઉપયોગ કરીને મજબૂત આધાર સાથે ડબલ રેલ લાઇન માટે ડિડિઝાઈન કરવામાં આવ્યો છે. જેનાપર ભારે ભરખમ માલગાડીઓ ની સાથે વંદે ભારત જેવી ઝડપી ગતિ થી ચાલતી અતિ-આધુનિક સેમી હાઇ સ્પીડ ટ્રેનો પણ ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે છે. ઉપરાંત, તેની સપાટીને 58 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે એક ઉત્તમ સુરક્ષા પ્રણાલી અપનાવવામાં આવી છે.
આ પુલના નિર્માણ દરમિયાન, દરિયાઈ તોફાન, ભારે પવન અને ભરતી જેવી પરિસ્થિતિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. પોલિસિલોક્સેન પેઇન્ટ, સ્ટેનલેસ સ્ટીલ અને ફાઇબર રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિક (FRP) નો ઉપયોગ ખારા દરિયાઈ પાણીના સંપર્કમાં હોવા છતાં પણ તેને લાંબા સમય સુધી મજબૂત અને ટકાઉ રાખશે.
નિર્માણ ની સિદ્ધિઓ
આ પુલ જૂના પુલની સરખામણીમાં વધુ ટકાઉ છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેનું સબ-સ્ટ્રક્ચર પણ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ ગયું હતું, જે તેની મજબૂતાઈ સુનિશ્ચિત કરે છે. ચોકસાઈ અને અદ્ભુત એન્જિનિયરિંગ સાથે, આ પુલમાં એક જ લાઇન માટે 99 સ્પાન બનાવવામાં આવ્યા છે અને શ્રેષ્ઠતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. તેની બાંધકામ તકનીકો અને ડિઝાઇન તેને માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક મહત્વપૂર્ણ સંરચના બનાવે છે.
ડિઝાઇન માં ટેકનોલોજીનો સમાવેશ
આ પુલની ડિઝાઇન જહાં આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ TYPSA દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે IIT ચેન્નાઈ અને IIT બોમ્બે દ્વારા ડિઝાઇન ચકાસવામાં આવી છે. ઉચ્ચ-ગ્રેડ સામગ્રી અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ તેને મજબૂત, સલામત અને ઓછી જાળવણીવાળી સંરચના બનાવી દીધી છે. પુલના મધ્ય ભાગમાં 72.5-મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જેને જહાજોના કદને અનુરૂપ ઉંચો અને નીચે કરી શકાય છે.
આસ્થા અને પ્રગતિ નો સંગમ
પંબન બ્રિજનો ભગવાન રામ અને ભગવાન શિવ સાથે સીધો સંબંધ છે. આ પુલ જે ટાપુને મુખ્ય ભૂમિ રામેશ્વરમ સાથે જોડે છે, તેને હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં સ્થિત રામેશ્વરમ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામ લંકા પર ચઢાઈ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી અને ભગવાન શિવની પૂજા કરી હતી.