Western Times News

Gujarati News

અમદાવાદમાં હવે ભારતના વિવિધ પ્રાંતોની વણાટ અને ડિઝાઇન ધરાવતી સાડીઓ એક જ જગ્યાએ મળશે!

Taneira launches its first store in Ahmedabad

તનેરાએ અમદાવાદમાં એના પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ટાટા હાઉસની ભારતીય એથનિક-વેર બ્રાન્ડ તનેરાએ એનો પ્રથમ સ્ટોર શરૂ કરીને અમદાવાદના બજારમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટોર શહેરના પ્રસિદ્ધ એચ એલ કોલેજ રોડ પર સ્થિત રાજહંસ સોસાયટીમાં શરૂ થયો છે.

આ સ્ટોરનું ઉદ્ઘાટન તનેરાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અંબુજ નારાયણ, તનેરાના રિટેલ હેડ શ્રી અનિર્બાન બેનર્જી, વેસ્ટના રિટેલ બિઝનેસ હેડ શ્રી નીરજ ભાકરે અને ટાઇટન કંપની લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર, વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના બોર્ડના સભ્ય શ્રી પ્રદ્યુમન વ્યાસની હાજરમાં થયું હતું.

તનેરાએ ગુજરાતમાં એનો પ્રથમ સ્ટોર વડોદરામાં શરૂ કર્યો હતો. આ સ્ટોરને એનાં વિશ્વસનિય, હેન્ડક્રાફ્ટ ઉત્પાદનોની વિશિષ્ટ રેન્જમાં ગ્રાહકોએ અતિ સારો પ્રતિસાદ આપ્યો છે. એનાથી પ્રેરિત થઈને તનેરાએ ભારતના ટેક્સટાઇલ કેન્દ્ર અને ભારતીય વસ્ત્રો અને વણાટના પ્રેમીઓ માટે ખરીદીના આકર્ષક કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ અમદાવાદમાં એનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે. આ રીતે તનેરાએ અમદાવાદમાં એની કામગીરી શરૂ કરી છે.

આ સ્ટોર વિશાળ 4450 ચોરસ ફીટમાં ફેલાયેલો છે. આ ભવ્ય સ્ટોર ડિકોરમાં સ્થાનિક પાસાંથી આકર્ષિત બન્યો છે, જેમાં લિપણ કળા સામેલ છે. લિપણ કળા મૂળે ગુજરાતના કચ્છની છે, જેમાં પરંપરાગત રીતે મિશ્રિત છાણ ધરાવતી બારીક ભીંતચિત્રની કળા અને મિરર વર્કનો સમન્વય થયો છે.

અમદાવાદમાં તનેરાનો સ્ટોર ક્લાસિક છતાં માટીછાણની કળાનાં સુશોભનના શાનદાર સમન્વયને પ્રસ્તુત કરે છે. વિવિધ ઉત્કૃષ્ટ ડિઝાઇન સાથે સ્ટોર ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે, જ્યાં ગ્રાહકો વિવિધ ડિઝાઇન ધરાવતી, કળાત્મક, હાથથી વણેલી સાડીઓ, બ્લાઉઝ, રેડી-ટૂ-વેર અને સ્ટીચ ન કરેલા કુર્તાના વિવિધ સેટને મળશે,

જે શુદ્ધ અને કુદરતી રેષાઓમાંથી બનેલા છે. વિવિધ પ્રકારના કાપડ કે ટેક્સટાઇલ અને બારીક કારીગરી સાથે તનેરા ભારતને પટોળા, બાંધણીઓ, અજરખ જેવી સ્થાનિક લોકપ્રિય વિવિધ ડિઝાઇન ધરાવતી સાડીઓની રેન્જ તેમજ સંપૂર્ણ કાંજીવરણ, બનારસી, દક્ષિણના સિલ્ક, ચંદેરી, ઇક્કાટ, મહેશ્વરી, જામદની અને તુસ્સાર સહિત નવેસરથી પ્રસ્તુત ડિઝાઇનોમાં શ્રેષ્ઠ વણાટ ધરાવતી સાડીઓ એક જ જગ્યાએ પૂરી પાડશે.

આ ભવ્ય ઉદ્ઘટાન પ્રસંગે તનેરાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અંબુજ નારાયણે કહ્યું હતું કે, “વડોદરામાં તનેરાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એનાથી પ્રેરિત થઈને અમે અમદાવાદમાં અમારો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે અને શહેરમાં શુદ્ધ અને કુદરતી રેષાઓમાંથી વિશિષ્ટ રીતે હાથથી વણેલી સાડીઓની શ્રેષ્ઠ રેન્જ પ્રસ્તુત કરી છે.

આપણા દેશની સંસ્કૃતિઓ અને હસ્તકળાઓને પસંદ કરતી સમજુ મહિલાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા અમારો સ્ટોર પહેરવા માટે તૈયાર અને સ્ટિચ ન કરેલા શ્રેષ્ઠ કુર્તાઓની બહોળી રેન્જ પણ ધરાવે છે. અમે અમદાવાદની મહિલાઓને બારીક વણાટકામ ધરાવતી સાડીઓ અને કુર્તાઓની રેન્જ પૂરી પાડવા આતુર છે, જે લગ્ન અને તહેવારો જેવા વિશેષ પ્રસંગો માટે આદર્શ છે તેમજ રોજિંદા ફેશન માટે પણ ધારણ કરી શકાશે.”

તનેરાએ આ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘટાન કરવા પસંદ કરેલી મહિલાઓને બારીક વણાટની સાડીઓ અને કુર્તાઓ જોવા ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમને હૃદયપૂર્વક આવકાર આપવા બ્રાન્ડે 11 માર્ચથી 15 માર્ચ, 2023 સુધી રૂ. 20,000/-ના મૂલ્ય સુધીની ખરીદી કરનાર ગ્રાહકોને 0.2 ગ્રામ તનિષ્કનો ગોલ્ડ કોઇન ભેટમાં આપવા ગોલ્ડ કોઇન ઓફર પણ શરૂ કરી છે.

Taneira, the Indian ethnic-wear brand from the house of TATA, forays into Ahmedabad with the launch of its first store at Rajhans Society, H.L. College road. The store was inaugurated in the presence of Mr. Ambuj Narayan, Chief Executive Officer, Taneira, Mr. Anirban Banerjee, Retail Head, Taneira, Mr. Niraj Bhakare, Retail Business Head, West, and Mr. Pradyumna Vyas, Independent Director, Titan Company Limited. Board Member, World Design Organization

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.